International

ઈઝરાયલ હવે ઓમિક્રોના કેસ જાેતાં ચોથો ડોઝ આપશે

ઈઝરાયેલ
ઇઝરાયલમાં ઝડપથી ફેલાતા કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ૧,૧૧૮ કેસ નોંધાયા છે. આ સિવાય દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ બમણી દરે વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોની પેનલે ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓને ઁકૈડીિ/મ્ર્ૈદ્ગંીષ્ઠર રસીના ચોથા ડોઝની ભલામણ કરી છે. આ વય જૂથના લોકોને ઓછામાં ઓછા ચાર મહિના પહેલા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ નવી બુસ્ટર ઝુંબેશને યોગ્ય ઠેરવવા માટે પૂરતી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે કે કેમ તે અંગે જાહેર ચર્ચા વચ્ચે મંત્રાલયના ડિરેક્ટર જનરલ દ્વારા અંતિમ મંજૂરી હજુ બાકી છે. લોકોને રસીના બે ડોઝ મળ્યા પછી સંપૂર્ણપણે રસી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત વધુ રોગપ્રતિકારક શક્તિ માટે લોકોને બૂસ્ટર ડોઝ એટલે કે રસીનો ત્રીજાે ડોઝ આપવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલ એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. આ સિવાય હવે બીજાે બૂસ્ટર ડોઝ એટલે કે રસીનો ચોથો ડોઝ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ મુખ્યત્વે વાયરસના બદલાયેલા સ્વરૂપને છે. અત્યાર સુધીમાં કોરોનાના ઘણા વેરિઅન્ટ સામે આવ્યા છે, જેમાં આલ્ફા, બીટા, ડેલ્ટા જેવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. ડેલ્ટાને કારણે વિશ્વભરમાં કોવિડના કેસમાં વધારો થયો હતો.તે જ સમયે, શેબા મેડિકલ સેન્ટરે જણાવ્યું નથી કે તેની ટ્રાયલ કેટલો સમય ચાલશે. આ અભ્યાસના નિર્દેશક ગિલી રેગેવ-યોચેએ કહ્યું, “અમે એન્ટિબોડી અને મૃત્યુદરના સ્તર પર ચોથા ડોઝની અસરની તપાસ કરીશું.” આ સિવાય રસીના ચોથા ડોઝની સલામતીનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. તેમણે કહ્યું, અમે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ચોથો ડોઝ આપવો યોગ્ય છે કે કેમ અને કોને આપવો જાેઈએ. આ ટ્રાયલમાં ૧૫૦ શિબા મેડિકલ વર્કર્સ ભાગ લઈ રહ્યા છે. આ અંગે હોસ્પિટલે કહ્યું છે કે તેમને બૂસ્ટર ડોઝ લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી હતી.ઇઝરાયેલની એક મોટી હોસ્પિટલ સોમવારથી ૧૫૦ કર્મચારીઓને કોરોના રસીનો ચોથો ડોઝ આપવાનું શરૂ કરશે. તેનો હેતુ દેશભરમાં બીજાે બૂસ્ટર ડોઝ જરૂરી છે કે કેમ તે શોધવાનો છે. રાજધાની તેલ અવીવ નજીકના શેબા મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે તેની ટ્રાયલ ચોથા ડોઝની અસરકારકતા પર પ્રકાશ પાડશે. તેના દ્વારા ઇઝરાયેલ અને વિદેશમાં હાજર આરોગ્ય વિભાગ જેમણે ચોથો ડોઝ નક્કી કર્યો છે તે ર્નિણય લેવામાં મદદ કરશે.

1.5-million-doses-available.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *