International

ઈલોન મસ્કની સંપતિ પાકિસ્તાનની જીડીપી કરતા વધુ

વોશિંગ્ટન
ઈલોન મસ્ક હવે દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કરતાં ૧૦૦ અબજ ડોલર વધુ નેટવર્થ ધરાવે છે. બેઝોસની નેટવર્થ ૧૯૯ અબજ ડોલર છે. વધુમાં મસ્ક હવે પાકિસ્તાન, ઈજિપ્ત, પોર્ટુગલ, ચેક ગણરાજ્ય, ગ્રીસ, કતાર અને ફિનલેન્ડ જેવા દેશોના વાર્ષિક જીડીપી કરતાં પણ વધુ ધનવાન થઈ ગયા છે. મસ્કની સંપત્તિમાં જે રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે તે જાેતાં તેઓ દુનિયાના સૌપ્રથમ ટ્રિલિયોનર બની શકે છે. એટલે કે તેમની સંપત્તિ એક લાખ કરોડ ડોલરને પાર જઈ શકે છે.મોર્ગન સ્ટેન્લીના વિશ્લેષક એડમ જાેનેસનું કહેવું છે કે ટેસ્લા ઉપરાંત મસ્કની કંપની સ્પેસએક્સની વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે. સ્પેસએક્સની વેલ્યુ ૧૦૦ અબજ ડોલરે પહોંચી ગઈ છે. તે દુનિયાની બીજી સૌથી મોટી ખાનગી કંપની છે. ટેસ્લાની માર્કેટ કેપ પણ ૧ લાખ કરોડ ડોલરને પાર થઈ ગઈ છે. બીજીબાજુ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. દેશની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરોમાં શુક્રવારે ૨.૨૬ ટકાનો ઘટાડો થતાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૯૨ અબજ રૂપિયાનો ઘટાડો થયો હતો અને તેમની નેટવર્થ ૯૫.૮ અબજ ડોલર થઈ ગઈ હતી. જાેકે, દુનિયાના ધનિકોની યાદીમાં તેઓ ૧૧મા ક્રમે જળવાઈ રહ્યા છે. દરમિયાન અદાણી ગૂ્રપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં શુક્રવારે ૨.૫૨ અબજ ડોલર એટલે કે રૂ. ૧૮,૮૭૮ કરોડનો વધારો થયો છે. ગૌતમ અદાણી ૭૭.૧ અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ધનિકોની યાદીમાં ૧૩મા ક્રમે આવી ગયા છે. આ વર્ષે અદાણીની નેટવર્થ ૪૩.૩ અબજ ડોલર વધી છે.ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનિક ઈલોન મસ્કની સંપત્તિ રોકેટની ગતિએ વધી રહી છે. ટેસ્લાના શૅરમાં ઊછાળાની સાથે મસ્કની નેટવર્થ એક જ દિવસમાં ૧૦ અબજ ડોલર વધી હતી. આ સાથે બ્લૂમ્બર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ મસ્કની નેટવર્થ ૩૧૧ અબજ ડોલર (અંદાજે રૂ. ૨૩,૩૦૦ અબજ) થઈ છે, જે ૨૨ કરોડથી વધુની વસતી ધરાવતા પાકિસ્તાનના જીડીપીની વર્તમાન માર્કેટ પ્રાઈસ ૨૭૮.૩ અબજ ડોલર કરતાં પણ વધુ છે. બીજીબાજુ ભારતમાં શૅરબજારમાં કડાકાના પગલે દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીની સંપત્તિમાં રૂ. ૧૯૨ અબજનો ઘટાડો થયો હતો. જાેકે, ગૌતમ અદાણીની નેટવર્થ રૂ. ૧૮,૮૭૮ કરોડ વધી છે. ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના શૅરમાં સતત તેજીના પગલે કંપનીના સીઈઓ ઈલોન મસ્કની સંપત્તિમાં પણ નોંધપાત્ર ઊછાળો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ ગુરુવારે મસ્કની નેટવર્થ ૩૦૦ અબજ ડોલરને પાર કરીને ૩૦૨ અબજ ડોલર થઈ હતી. આ સાથે મસ્ક પૃથ્વી પર ૩૦૦થી વધુ અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર સૌપ્રથમ વ્યક્તિ બની ગયા હતા. ટેસ્લાના શૅરમાં શુક્રવારે પણ ચાર ટકાનો ઊછાળો આવ્યો હતો.

Elon-musk.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *