International

ઓમિક્રોન વેરિયન્ટને લઈને બ્રિટનમાં હાઈએલર્ટ, પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ

બ્રિટન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઉૐર્ં) દ્વારા કોરોના ના નવા વેરીયંટ ને લઈને ચેતવણી આપી છે, બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ડરનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોનાના વધતા મામલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેનસને ફરી પ્રતિબંધો લાગુ કરી દીધા છે. શનિવારે જાેનસને કહ્યું ‘સરકાર ફેસ માસ્ક પહેરવાના નિયમને ફરી કડક અમલવારી કરાવવા જઈ રહી છે. હવે લોકોને પબ્લિક ટ્રાંસપોર્ટ અને દુકાનોમાં ફરી માસ્ક પહેરવા પડશે.’ જયારે ુર્ર ના અગ્રણી વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કોવિડ-૧૯ના નવા વેરિયન્ટને લઈને કહ્યું છે કે ભારતમાં કોરોનાના યોગ્ય વ્હવહારને સમજવા માટે આ એક વેક અપ કોલ હોઈ શકે છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને દરેક શક્ય સાવધાની રાખવા અને માસ્ક પહેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બીજી તરફ બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે કેસો નોંધાતા વડાપ્રધાન બોરિસ જાેનસને માસ્ક અને આઈસોલેશન પર પરત ફરવા આદેશ કર્યો છે. આ અંતર્ગત દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત કરવામાં આવશે. આ સિવાય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિએ ૧૦ દિવસ સુધી સેલ્ફ-આઈસોલેટ રહેવું પડશે. જાેનસને દેશમાં બહારથી આવતા લોકોને કોવિડ સાથે જાેડાયેલા એન્ટ્રી નિયમને પણ કડક બનાવવાની જાહેરાત કરી છે. હવે વિદેશથી ેંદ્ભ આવતા દરેક યાત્રિકોના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ તેઓએ દેશમાં એન્ટ્રીના બીજાે દિવસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ કાળે કરાવવો પડશે. આવા યાત્રિકોનો રિપોર્ટ જ્યાં સુધી નેગેટિવ ના આવે ત્યાં સુધી તેઓએ કોરોન્ટાઈન રહેવું પડશે. જાેનસને વધુમાં કહ્યું કે ેંદ્ભ પહોંચેલા જે પોઝિટિવ વ્યક્તિમાં ઓમિક્રોનના સંદિગ્ધ લક્ષણો જાેવા મળશે તેમના સંપર્કમાં આવતા તમામ લોકોને ૧૦ દિવસ માટે કોરોન્ટાઈન રહેવું પડશે. નવા વેરિયન્ટને રોકવા માટે અમે કડક પગલાં ઉઠાવવા જઈ રહ્યાં છીએ. દેશમાં કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ લગાડવા માટેનો કાર્યક્રમમાં પણ ઝડપ લાવવામાં આવી છે. સ્વામીનાથને કહ્યું કે આ વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં વધુ સંક્રમક હોઈ શકે છે. જાેકે અત્યાર સુધી અધિકારિક રીતે કઈ પણ ન કહી શકાય. તેમણે કહ્યું કે અમે થોડા દિવસોમાં આ અંગે વધુ વિગતો પ્રાપ્ત કરીશું. સ્વામીનાથને અન્ય કોવિડ વેરિયન્ટ્‌સની સાથે ઓમિક્રોનની સરખામણીમાં કહ્યું કે નવા વેરિયન્ટ વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે વધુ અભ્યાસ કરવાની જરૂરિયાત છે. ઉૐર્ંના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોવિડ-૧૯ના નવા વેરિયન્ટની વિરુદ્ધ માસ્ક જ સૌથી મોટુ હથિયાર છે. તેમણે કહ્યું કે માસ્ક ખિસ્સામાં રાખવામાં આવેલી એક વેક્સિન છે. જે તમને કોરોનાથી બચાવશે. આ કારણે માસ્ક પહેરેલુ રાખઆ સિવાય ઉૐર્ંના અગ્રણી વૈજ્ઞાનિકે નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામેના જંગમાં વયસ્કોના રસીકરણ, સામુહિક સમારંભોમાં ન જવું અને કેસમાં અસામન્ય વધારા પર ઝીણવટપૂર્વક નજર રાખવા કહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વને હચમચાવ્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટાથી પણ વધુ ખતરનાક છે. ઉૐર્ંએ આ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં મુક્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વાઈરસના કોઈ વેરિયન્ટની ઓળખ થાય છે તો તે વેરિયન્ટને સમજવા માટે ઉૐર્ં તેની પર નજર રાખે છે. આ બાબતે વોચ રાખવા માટે વાઈરસને વેરિયન્ટ ઓફ ઈન્ટરસ્ટની કેટેગરીમાં મુકવામાં આવે છે. જાે વાઈરસની સ્ટડીમાં એ વાત પ્રકાશમાં આવે છે કે વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ખૂબ જ સંક્રમક છે તો તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં મુકવામાં આવે છે.

Omicron.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *