કાબુલ
બલગાન પ્રાંતમાંથી કાબુલમાં વિસ્થાપિત થયેલી મહિલાએ ગરીબીને કારણે તેના દોઢ વર્ષના બાળકને ૩૦,૦૦૦ અફઘાની (ચલણ)માં વેચી દીધું હતું. કાબુલમાં એક તંબુમાં રહેનાર લૈલુમાએ કહ્યું કે તેનો પતિ ગયા વર્ષથી લાપતા છે. પુત્રીની સારવાર માટે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ નહોતો. દરમિયાન અફઘાનિસ્તાનમાં વિસ્થાપિત થઈ રહેલા અનેક પરિવારો કાબુલમાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તાલિબાનના શાસનમાં શરણાર્થી મંત્રાલય તરફથી તેમને કોઈ મદદ મળી નથી. આ જ સ્થિતિ રહેશે તો ભૂખમરાથી તેમનું મોત થઈ જશે.તાલિબાનોના શાસનમાં અફઘાનિસ્તાનની સ્થિતિ સતત કથળી રહી છે. સામાન્ય નાગરિકો માટે બે ટંક ભોજન મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. તાલિબાનોના શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ દયનીય થઈ ગઈ છે. અહીં વિસ્થાપિત થયેલી એક અફઘાન મહિલા પાસે પુત્રીની સારવારના નાણાં નહોતા. આર્થિક તંગીના કારણે માતાએ પુત્રીની સારવાર માટે તેના નવજાત બાળકને વેચવા મજબૂર થવું પડયું હતું.