અમેરિકા
પહેલા ટેસ્લા પોતાની કાર ખરીદનારા ગ્રાહકો પાસેથી બિટકોઇન સ્વીકારતી હતી, પરંતુ તેણે હવે બિટકોઇન લેવાનું બંધ કર્યુ છે. કંપનીએ પેમેન્ટ પેટે વિશ્વની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન સ્વીકારવાનું શરૂ કર્યુ તેના બે મહિના કરતા ઓછા સમયમાં જ તેનો સ્વીકાર બંધ કર્યો હતો. ટેસ્લાના પ્રમુખનું આ ટિ્વટ વાઇરલ થતા જ ક્રિપ્ટોકરન્સી ડોજકોઇનના બજારમાં તેજી આવી ગઇ હતી અને ડોજકોઇનનું મૂલ્ય ૨૪% વધાર સાથે ૦.૧૯૫ ડૉલર પર પહોંચ્યું છે.અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિ એલન મસ્કે સોશિયલ મીડિયા પર એક ટિ્વટ કરીને કરેલી જાહેરાતથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હલચલ મચી જવા પામી હતી. ટેસ્લાના માલિક એલન મસ્કે પોતાની કંપની દ્વારા નિર્મિત કેટલીક વસ્તુઓના મૂલ્ય પેટે ક્રિપ્ટો કરન્સી સ્વીકારવાની જાહેરાત કરી હતી. જે બાદ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં હલચલ મચી ગઇ હતી. ટેસ્લા ઇન્કના પ્રમુખ એલન મસ્કે મંગળવારે ટિ્વટ કરીને કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની પોતાની કેટલીક પ્રોડક્ટ માટે ડોજકોઇન સ્વીકારશે. ટેસ્લાની કેટલીક પ્રોડક્ટને ડોજકોઇનથી ખરીદી શકાશે. અમે જાેઇશું કે તે કેવી રીતે કામ કરે છે. ટેસ્લાએ પ્રાયોગિક ધોરણે આ ર્નિણય લીધો છે.
