નોર્વે
કોંગ્સબર્ગના પોલીસ ચીફ ઓવિન્ડ આસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીને પકડી લેવામાં આવ્યો છે. તેણે એકલા જ લોકો પર તીર-કામઠાંથી હુમલો કર્યો હોવાનું જણાયું હતું. હુમલામાં કેટલાક લોકોનાં મોત થયાં હતાં અને કેટલાકને ઈજા થઈ હતી. પોલીસ વડાએ વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો. આસ દ્વારા જણાવાયું હતું કે હુમલાખોર શહેરનાં એક વ્યસ્ત ભીડભાડવાળા વિસ્તારમાં ચાર રસ્તા પર આવ્યો હતો અને લોકો પર તીર ચલાવવા લાગ્યો હતો. પછી તે નજીકના વિસ્તારમાં ભાગ્યો હતો. પોલીસે તેને પકડવા હેલિકોપ્ટર દ્વારા પીછો કર્યો હતો. બોમ્બ સ્કવોડને પણ સાબદી કરાઈ હતી. જસ્ટિસ મિનિસ્ટર મોનિકા મિલેન્ડને ઘટનાની જાણ કરાઈ હતી. આરોપીએ પોલીસ પર હુમલાની કોશિશ કરી કેટલાક તીર છોડયા હતા. જાે કે તેને ઘટનાથી ૨૫ કિ.મી દૂર ડ્રેમન વિસ્તારમાંથી પકડી લેવાયો હતો. ઘટના નોર્વેનાં સ્થાનિક સમય મુજબ ૧૩ ઓક્ટોબરે સાંજે ૬.૩૦ કલાકે થઈ હતી.નોર્વેનાં કોંગ્સબર્ગ શહેરમાં મંગળવાર-બુધવારની રાત્રે એક માથા ફરેલા કટ્ટરપંથી દ્વારા તીર-કામઠાંથી કેટલાક લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૫નાં મોત થયાં હતાં અને ૨ને ઈજા થઈ હતી. પોલીસ દ્વારા હુમલાખોરની ધરપકડ કરાઈ હોવાના અહેવાલો છે. આ હુમલો આતંકી છે કે પછી વ્યક્તિગત અદાવતમાં કેટલાક લોકોને ટાર્ગેટ કરાયા છે તે હજી જાણવા મળ્યું નથી. હુમલાખોરે કૂપ એકસ્ટ્રા સુપર માર્કેટમાં ઘૂસીને લોકો પર અચાનક તીરનો મારો ચલાવ્યો હતો. જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. પોલીસ દ્વારા હુમલાખોરને દબોચી લેવામાં આવ્યો હતો. મૃતકોમાં ૪ મહિલા અને ૧ પુરુષનો સમાવેશ થાય છે. હુમલાખોરે અગાઉ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ૩૭ વર્ષના શકમંદે હુમલો કર્યાની કબૂલાત કરી હતી.
