મલેશિયા
ભારતમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને ૈંઝ્રસ્ઇના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે બિન-જરૂરી મુસાફરી, મોટા મેળાવડા અને ભીડવાળા સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપી છે. તેમણે લોકોને ૨૫ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીથી દૂર રહેવા અને તેમના ઘરે રહેવાની અપીલ કરી છે.ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતાઓ સતત વધી રહી છે. મુંબઈમાં અમેરિકાથી પરત આવેલ એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ ૨૯ વર્ષીય વ્યક્તિએ ઁકૈડીિ ફટ્ઠષ્ઠષ્ઠૈહીના ત્રણ ડોઝ લીધા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ વ્યક્તિમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પર ૯ નવેમ્બરે થયેલા કોરોના ટેસ્ટમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા બે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દર્દીને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનામાં કોઈ લક્ષણો નથી. મુંબઈમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કુલ કેસ વધીને ૧૫ થઈ ગયા છે. જેમાંથી ૧૩ દર્દીઓને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીએમસીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી સંક્રમિત ૧૫ ઓમિક્રોનમાંથી કોઈમાં પણ ગંભીર લક્ષણો જાેવા મળ્યા નથી.હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધીને ૪૦ થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. શુક્રવારે ગુજરાતમાં ૨ અને મહારાષ્ટ્રમાં ૮ લોકો કોરોનાના ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યા હતા. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૧૩ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે વધુ આઠ લોકો કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા હતા.
