લંડન
યુરોપિયન યુનિયને દંડ ભરવા સામે દાખલ કરેલી ગૂગલની અપીલ ફગાવી દઇને દંડને યોગ્ય ઠેરવ્યો છે. ગૂગલે વધુમાં જણાવ્યું છે કે તેણે યુરોપિયન યુનિયનના ર્નિણય પછી પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે. ગૂગલે એક નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી નવી નીતિ પર સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. યુરોપિયન મીડિયાના જણાવ્યા અનુસાર ગૂગલ પોતાની બિઝનેસ નીતિમાં ફેરફાર કરશે. તેણે વધુમાં જણાવ્યું છે કે તે પબ્લિશર માટે પોતાના ડેટા અને ટૂલ્સનો ઉપયોગ સરળ બનાવશે. યુરોપિયન યુનિયનને તપાસમાં જાણવા મળ્યું હતું કે ગૂગલે અયોગ્ય રીતે મુલાકાતીઓને ગૂગલ શોપિંગની અન્ય પ્રતિસ્પર્ધી કંપનીઅ સાથે સરખામણી કરવાના નિર્દેશ આપ્યા હતાં. યુરોપિયન યુનિયનની એક ઉચ્ચ કોર્ટે ૨.૪ અબજ યુરો(૨.૮ અબજ ડોલર)નો દંડ ભરવા વિરુદ્ધ ગૂગલે દાખલ કરેલી અપીલને ફગાવી દીધી છે. ગૂગલ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે જાહેરાતના નિયમોનો ભંગ કર્યો છે. કંપની પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે પોતાની એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમથી વિરોધીઓને બ્લોક કર્યા હતાં. ૨૭ દેશોના સભ્ય યુરોપિયન યુનિયને ૨૦૧૭માં જાહેરાતના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો હતો.


