વોશિંગ્ટન,
ચીન સરકાર હસ્તકની ચાયના ટેલીકોમ અમેરિકાઝ રાષ્ટ્રીય સલામતી અને કાનુનના અમલ વિષે પણ જાેખમકારક બની રહેતાં અમેરિકામાંથી કાર્યવાહી સમેટી લેવા કહી દેવાયું છે તેમ પણ હ્લઝ્રઝ્ર એ જણાવ્યું હતું.અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે, અમેરિકાને તેની રાષ્ટ્રીય સલામતી સામે ભીતિ ઉભી થતી લાગતા તેણે, ચીન સરકાર હસ્તકની ત્રણ ટેલીકોમ કંપનીઓ પૈકી, અમેરિકામાં કાર્યરત ચાયના ટેલીકોમ (અમેરિકાઝ)ને અમેરિકામાંથી તેની કાર્યવાહી ૬૦ દિવસમાં જ સમેટી લેવા આદેશ આપ્યો છે. ચીન સરકાર હસ્તકની આ કંપની અમેરિકામાં આંતરિક અને આંતરરાષ્ટ્રિય ટેલીકોમ સેવા આપી રહી છે. પરંતુ તે કંપની ગુપ્ત રીતે અમેરિકાની પોતાની જ કંપનીઓની કાર્યવાહીમાં ખલેલ પાડી રહી હતી તેટલું જ નહીં પરંતુ તે અમેરિકાની અગ્રીમ વ્યકિતઓ વિષે પણ ગુપ્ત દ્રષ્ટિ રાખતી હતી અને અન્ય જાસૂસી પ્રવૃત્તિઓમાં તથા અમેરિકાને નુકસાન પહોંચે તેવી કામગીરી કરતી હતી. વાસ્તવમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી જ ચીનની કંપનીઓને રાષ્ટ્રીય સલામતીની દ્રષ્ટિએ અમેરિકાની ટેકનોલોજીથી દૂર રાખવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેને પગલે જ બાયડન વહીવટી તંત્ર ચાલી રહ્યું છે. હવે તે પણ માહીતી બહાર આવી છે કે, આ કંપનીઓ અમેરિકાની સેવાઓ સંબંધી માહીતી પણ બૈજિંગને પહોંચાડે છે. આથી ફેડરલ કોમ્યુનિકેશન કમીશન (હ્લઝ્રઝ્ર) એ ચાયના ટેલીકોમ (અમેરિકાઝ) કોર્પો.ને કાર્યવાહી સમેટી લેવા આદેશ આપ્યો છે. તેમજ તેને અમેરિકાનાં સ્ટોક- એક્ષચેંજમાંથી પણ દૂર કરાઇ છે. ટ્રમ્પ વહીવટી તંત્રને અમેરિકનોને ચાઈનીઝ કંપનીઓમાં રોકાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. હ્લઝ્રઝ્ર એ વધુમાં જણાવ્યું હતું કે આશરે બે દાયકા પહેલાં ચાયના ટેલીકોમ અને ચીન સરકાર હસ્તકની બીજી ફોન કેરીયર કંપની, ચાયના યુનિકોમ લી.ની લાઇસન્સ અરજી અસ્વીકાર્ય કરાઇ હતી. તેમની ત્રીજી કંપની ચાયના મોબાઈલ લી.ની પણ લાઇસન્સ અરજી રદ કરાઈ હતી.


