ચીન
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વના ઘણા દેશોમાં ભયનું વાતાવરણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ત્રણ ગણો વધુ સંક્રામક છે. આવી સ્થિતિમાં સરકારોની ચિંતા વધી ગઈ છે. ભારતમાં પણ નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ દર્દીઓ છે. છૈંૈંસ્જીના ક્રિટિકલ કેર વિભાગના ડોકટર યુદ્ધવીર સિંહે કહ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે. જાે આ કેસ આમ જ વધતા રહ્યા તો જાન્યુઆરી સુધીમાં કોવિડની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, સંક્રમણના ફેલાવાને રોકવા માટે સરકારે કડક પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે આ એ સમય છે જ્યારે કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. આ માટે તંત્ર અને સામાન્ય લોકોએ સાથે મળીને કામ કરવું પડશે.વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ચીનમાં પણ ભયનું વાતાવરણ છે. કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિયિયાન પ્રાંતમાં ૧.૩ કરોડ લોકોને આગામી આદેશો સુધી ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કડક લોકડાઉનને પગલે શિયિયાન પ્રાંતના ૧.૩ કરોડ લોકોને ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશ અનુસાર, આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે બધા ઘરોમાંથી માત્ર બે જ લોકોને રોજ ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. અન્ય તમામ લોકોએ ઘરની અંદર રહેવું પડશે. આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે શિયિયાનમાં કોરોનાના ૫૨ નવા કેસ નોંધાયા છે, જે પછી ૯ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ આંકડો ૧૪૩ થઈ ગયો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી લોકોએ શહેર છોડવું નહીં. છતાં જાે કોઈને જવાની જરૂર પડે તો તેણે ‘ખાસ સંજાેગો’નો પુરાવો આપવો પડશે અને મંજૂરી માટે અરજી કરવી પડશે.