International

ચીનની લશ્કરી પ્રવૃત્તિથી ‘પેન્ટાગોન’ હલબલી ગયું

વોશિંગ્ટન
અમેરિકાનાં પેન્ટાગોનના હોક્સ (ૐટ્ઠુાજ) ચીનને નજરમાં રાખી ઝડપભેર સંરક્ષણ શક્તિ વધારવા કહે છે. આગામી ૩૦ વર્ષમાં તેમાં ખર્ચ ડૉલર ૧ અબજ પહોંચવા જશે. તૈવાન સૌથી મોટી ચિંતા છે. તેમ કહેતાં, અમેરિકાના વરીષ્ટ લશ્કરી અધિકારીઓએ કહ્યું હતું કે, તૈવાન કબ્જે કરવાનું ‘સમય-પત્રક’ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે. તે તૈવાનની લોકશાહી સહન કરી શકતું નથી, તેથી તેની ઉપર કબજાે જમાવવા ઉતાવળું થઈ રહ્યું છે. પરિણામે, અમેરિકા-ચીન યુદ્ધની ભયાવહ આપત્તિ આવી પણ પડે તેવી સંભાવના પણ નિષ્ણાતો જાેઈ રહ્યા છે.ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને એશિયા પેસિફિક વિસ્તારમાં અમેરિકાની સર્વોપરિતા તોડવાના તેના પ્રયાસોથી અમેરિકાનું સંરક્ષણ તંત્ર પેન્ટાગોન હલબલી ઉઠયું છે. ચીન બહુવિધ્‌ મોરચે તેની લશ્કરી પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે. તે તેનાં અણુશસ્ત્રોમાં વધારો કરી રહ્યું છે. અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધ્યું છે. સાયબર અને મિસાઈલ ટેકનોલોજી તથા તૈવાન અંગે પણ ભયાવહ લાગી રહ્યું છે. પૂર્વે, અણુશસ્ત્રો ધરાવતાં અમેરિકી દળોના કમાન્ડર પદે રહેલા તથા અમેરિકી વીમાન દળની અંતરિક્ષ કાર્યવાહી ઉપર પણ દેખરેખ રાખનારા તેવા અમેરિકી સેવાના દ્વિતીય ક્રમાંકના અધિકારી જનરલ જ્હોન હાઈટેને જણાવ્યું હતું કે ‘જે ઝડપથી ચીન આગળ વધી રહ્યું છે તે મગજ ચકરાવે ચઢાવી દે તેવું છે.’ ‘અત્યારે તો વૈશ્વિક સત્તા સમતુલા જ દાવ ઉપર છે.’ તેમ કહેતાં જનરલ હાઈટેને જણાવ્યું હતું કે, ‘દાયકાઓ સુધી વૈશ્વિક સત્તા તુલા મહદ્‌ અંશે અમેરિકા તરફી જ રહી છે પરંતુ તેમાં જાણે કે પુનાર્યવસ્થા થઈ રહી છે અને તે ચીન તરફે વધુ રહી હોય તેવું લાગે છે. જાે કે તેથી અમેરિકાને તો સીધી અસર થશે નહી પરંતુ તે એશિયામાં અમેરિકાના સાથીઓ અંગે ‘અસમંજસ’ભરી પરિસ્થિતિ ઉભી કરે છે. આથી બાયડન વહીવટી તંત્ર, અણુશસ્ત્રો, વિશ્વમાં અમેરિકી સેનાઓની ગોઠવણી સહિત વ્યાપક સંરક્ષણ વ્યૂહ અંગે નીતિ વિષયક પુનર્વિચારણા આગામી સપ્તાહોમાં જ કરનાર છે.” અત્યારે તો, અધિકારીઓ તે વિચારી રહ્યા છે કે ચીન ટેકનોલોજી ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ભરવા માટે સાધનો કઈ રીતે ઉભા કરી રહ્યું છે. બીજી તરફ આટલી ઝડપી પ્રગતિ માટેની તેની રાજકીય ઈચ્છા શક્તિ પણ આશ્ચર્યજનક છે. તે એટલી ઝડપથી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યું છે કે, તેથી બાયડન વહીવટીતંત્રને તેની વિદેશ તેમજ સંરક્ષણ નીતિ પણ પુર્નરચિત કરવાની ફરજ પડી છે. ચીનની વધી રહેલી તાકાતનું એક ઉદાહરણ તેણે તાજેતરમાં કરેલું ‘હાઈપર સોનિક’ મિસાઈલનું પરીક્ષણ છે. તેના નિર્ધારિત લક્ષ્યાંક પર ત્રાટકતાં પૂર્વે અર્ધી-દુનિયાનો ચકરાવો લઈ વાતાવરણમાં પ્રવેશ્યું હતું. આ પ્રક્ષેપાસ્ત્રની ગતિ તેવી છે કે, તે અમેરિકી ‘મિસાઈલ-ડીફેન્સ-સીસ્ટીમ’ને પણ પાછળ રાખી દે તેવી છે. આ પરીક્ષણ અમેરિકી અધિકારીઓ આંચકો ખાઈ ગયા છે. જાે કે, ચીને તો તેમજ કહ્યું છે કે તે પ્રક્ષેપાસ્ત્ર હતું જ નહીં, તેણે ફરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવાં સ્પેસ-વ્હીકલને જ અંતરિક્ષમાં વહેતું મુક્યું હતું. અમેરિકાના જાેઈન્ટ-ચીફ-ઓફ-સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલિએ કહ્યું હતું કે, આ (પરીક્ષણ) સ્પુટનિક વહેતો મુકાયા સમયની યાદ આપે છે. સોવિયેત સંઘે ૧૯૫૭માં સૌથી પહેલાં ઉપગ્રહ (સ્પુટનિક) વહેતો મૂકી દુનિયાને આંચકો આપી દીધો હતો. દુનિયાને દર્શાવી આપ્યું હતું કે, અમેરિકા ટેકનોલોજી ક્ષેત્રે પાછું પડી ગયું છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના વડા હાન્સક્રિસ્ટેનસેને કહ્યું હતું કે, ચીનના શસ્ત્રાગારમાં અણુ-શસ્ત્રો લઈ જઈ શકે તેવાં ૨૫૦ ઈન્ટર-કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સ બનાવી રહ્યું છે. જે માટે ‘સિલોઝ’ (ભૂગર્ભ નળાકાર વ્યવસ્થા) પણ બનાવી રહ્યું છે. અત્યારે ચીન પાસે જે ‘સીલોઝ’ છે તે કરતાં આ સંખ્યા દસ ગણી છે. અમેરિકા પાસે આવાં ૪૦૦ જેટલાં એક્ટિવ ૈંઝ્રમ્સ્ સીલોઝ છે. જ્યારે ૫૦ સીલોઝ અનામત રખાયાં છે.

iStock-1286000787.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *