International

ચીનમાં મોંગોલિયામાં લોકડાઉન

બિજિંગ
દુનિયામાં કોરોનાના નવા ૨,૩૬, ૪૩૮ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૪,૨૧,૧૫,૯૬૧ થઇ છે જ્યારે ૪૦૦૬ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૯,૨૪,૫૦૬ થયો છે. દરમ્યાન રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩,૭૪૦ કેસો નોંધાયા છે અને ૧૦૧૫ જણાના મોત થયા છે.રશિયાના ૮૫ પ્રાંતોમાંથી અમુક પ્રાંતોમાં અમુક ચોક્કસ કેટેગરીના સરકારી અધિકારીઓ માટે તથા ૬૦ કરતા વધારે વયના લોકો માટે કોરોનાની રસી લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રશિયાના બીજા ક્રમના સૌથી મોટા શહેર સેંટ પિટર્સબર્ગમાં જેમણે કોરોનાની રસી લીધી હોય તેમને ડિજિટલ કોડ આપવાનું શરૂ કર્યું છે. પંદર નવેમ્બરથી સિનેમાગૃહો,સંગ્રહસૃથાનો અને જિમમાં જવા માટે આ કોડ બતાવવો પડશે. લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર માર્ટિન મેકીએ જણાવ્યું હતું કે રશિયામાં કોરોના મહામારીની સિૃથતિ રશિયા માટે જ નહીં પણ આખી દુનિયા માટે ચિંતાજનક છે. યુરોપમાં અન્યત્ર રસીકરણનો વધારે દર હશે પણ તેનાથી રશિયામાંથી આવતા વાઇરસને પ્રવેશતો અટકાવી નહીં શકાય.ચીનના નેશનલ હેલૃથ કમિશનના જણાવ્યા અનુસાર ઇનર મોંગોલિયામાં નવ કેસો તથા હુનાન અને શાંગ્જી પ્રાંતમાં કોરોનાના નવા બે બે કેસો નોંધાયા છે. આ ઉપરાંત વિદેશોથી આવેલા ૨૫ જણાનેે પણ કોરોનાનો ચેપ લાગેલો જણાયો છે. બીજા ૧૯ કેસોમાં કોરોનાના લક્ષણો પણ જણાયા છે. કોરોનાના નવા કેસો નોંધાવાને પગલે ચીને મોંગોલિયાના ઇરનહોટ શહેરમાં લોકડાઉન લાદી દીધું છે. ૭૬૦૦૦ની વસ્તી ધરાવતાં આ શહેરમાં આવાગમન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસો મળવાને પગલે સિનેમા, ઇન્ટરનેટ કાફે અને જિમ સહિત ઇન્ડોર જાહેર સૃથળોને બંધ કરી દેવામાં આવ્યા છે. શાંગ્જી પ્રાંતમાં કોરોનાના પાંચ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત શહેરમાં પ્રવેશવા માટે પણ કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. યિનશુઆન શહેરમાં પણ કોરોનાના કેસો નોંધાવાને પગલે બાર અને સિનેેમાગૃહો જેવા જાહેર સૃથળો બંધ કરી દેવામાં આવ્યા છે. ચીનમાં સરકારી આંકડા અનુસાર કોરોનાના કુલ ૯૬,૫૭૧ કેસો નોંધાયા છે અને ૪,૬૩૬ના મોત થયા છે. રશિયામાં કોરોનાના નવા કેસો તથા મરણાંક સતત વધી રહ્યા હોવાથી દેશની આરોગ્ય વ્યવસૃથા પર ભારણ વધવાને પગલે ૩૦ ઓક્ટોબરથી શરૂ થતાં સપ્તાહે રજા જાહેર કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. નાયબ વડાપ્રધાન તાત્યાના ગોલિકોવાએ જણાવ્યું હતું ક ે કબિનેટ પ્રમુખ વ્લાદિમિર પુતિનને આ પગલાંને મંજૂરીઆપવા માટે જણાવશે. રશિયામાં કોરોનાનો કુલ મરણાંક ૨,૨૫,૩૨૫ થયો છે. રશિયાએ ઓગસ્ટ ૨૦૨૦માં દુનિયામાં સૌપ્રથમ કોરોનાની રસી શોધી કાઢીને તેને સ્પુટનિક ફાઇવ નામ આપ્યું હતું પણ રશિયનોએ રસી લેવામાં કોઇ ઉત્સાહ બતાવ્યો નથી. જેને કારણે દેશની ૧૪૬ મિલિયનની વસ્તીમાંથી માત્ર ૪૫ મિલિયન લોકોએ જ કોરોનાની રસી મુકાવી છે. રશિયાએ યુરોપિયન યુનિયન સાથે પરસ્પર કોરોનાની રસીને માન્યતા આપવા માટે વાટાઘાટો કરવાનું શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *