બેઇજીંગ
હોંગકોંગમાં કથળી રહેલી પ્રેસ સ્વતંત્રતા પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું, જે એક સમયે પ્રેસ સ્વતંત્રતાનો આદર્શ હતો, હવે રાષ્ટ્રીય સુરક્ષાના નામે પત્રકારોની ધરપકડ વધી રહી છે. ૪૨ પાનાની રિપોર્ટ જણાવે છે કે કેવી રીતે ચીનમાં પત્રકારોને આતંકવાદ સામેની લડાઈના નામે કેદ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ શિનજિયાંગ પર રિપોર્ટિંગ કરી રહ્યા હતા, જ્યાં લાખો લઘુમતીઓને ઉચ્ચ સુરક્ષા કેમ્પમાં કેદમાં રાખવામાં આવ્યા છે. ૨૦૨૦માં વુહાનમાં કોવિડ પર રિપોર્ટિંગ કરવા બદલ લગભગ દસ પત્રકારો અને ઓનલાઈન ટીકાકારોની ધરપકડ કરવામાં આવી હતી. આ તે જગ્યા છે જ્યાં કોરોના વાયરસ પ્રથમ વખત ફેલાવા લાગ્યો હતો. એટલું જ નહીં ઓક્ટોબર ૨૦૧૯માં તમામ ચીની પત્રકારોને એક સ્માર્ટફોન એપ, સ્ટડી જી, સ્ટ્રેન્થ ધ કન્ટ્રીનો અનિવાર્ય ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ એપ્લિકેશન વ્યક્તિગત ડેટા એકત્રિત કરી શકે છે. આ ઉપરાંત પ્રેસ કાર્ડ મેળવવા અથવા રિન્યૂ કરવા માટે પત્રકારોએ શી જિનપિંગના મંતવ્યો પર કેન્દ્રિત ૯૦-કલાકની તાલીમમાંથી પસાર થવું પડશે. સ્થાનિક પત્રકારો ઉપરાંત વિદેશી પત્રકારો પણ ચીનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ૨૦૨૦માં ૧૮ પત્રકારોને સર્વેલન્સ અને વિઝા બ્લેકમેલના આધારે દેશ છોડવાની ફરજ પડી હતી. તો ચીની મૂળના ત્રણ વિદેશી પત્રકારો ગુઇ મિન્હાઈ, યાંગ હેંગજુન અને ચેંગ લેઈની હવે જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.ભારતમાં ઘણી વખત અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરવામાં આવે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે તેની સૌથી વધુ અસર મીડિયા જગત પર પડે છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જેને તમે મીડિયા કે પત્રકારોની સૌથી મોટી જેલ પણ કહી શકો છો. અહીં વર્તમાનમાં ૧૨૭થી પણ વધુ પત્રકારો જેલમાં બંધ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેનાર આ દેશ બીજું કોઈ નહીં, પણ ચીન છે. ચીનના પત્રકારો પરના અત્યાચાર એક રિપોર્ટમાં સામે આવ્યા છે. આ ખુલાસો એક પત્રકારત્વની હિમાયત કરતા અગ્રણી જૂથ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (ઇજીહ્લ)ના અહેવાલમાં કરવામાં આવ્યો છે. પેરિસ સ્થિત ઇજીહ્લએ શીર્ષકથી પ્રકાશિત આ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે સત્તાધારી સરકાર દ્વારા માહિતીના અધિકારને દબાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. અહેવાલ સૂચવે છે કે ચીનમાં પત્રકારત્વનો અર્થ લોકોને માહિતી પૂરી પાડવાનું માધ્યમ નથી, પરંતુ એવું માધ્યમ છે જે સરકારના પ્રોપગેંડાનો પ્રચાર કરે છે.