International

ચીને પ્રથમ ક્રોસ બોર્ડર ટ્રેન સેવા શરૂ કરી

બૈજિંગ
ચીનના પ્રમુખ શી જિનપિંગ અને તેમના લાઓસના સમકક્ષ થોંગલોન સિસોલિથે ચીન-લાઓસ રેલવેના જાેડાણના પ્રારંભને વિડીયો લિંક દ્વારા જાેયું હતું. સરહદ પારની ટ્રેન સેવા શરુ થતાં ચીન-લાઓસ વચ્ચેની પ્રથમ ટ્રેન વિએન્ટિન જવા રવાના થઈ હતી, એમ સરકારી એજન્સી ઝીનહુઆ ન્યૂઝે જણાવ્યું હતું. ચીન ઉપરાંત લાઓસ વિયેતનામ, થાઇલેન્ડ, મ્યાનમાર અને કમ્બોડિયા સાથે સરહદ ધરાવે છે અને હવે તે આ દેશોને પણ ટ્રેન પ્રોજેક્ટ ઓફર કરી શકે છે. લાઓસ દક્ષિણ પૂર્વ એશિયામાં લેન્ડલોક કન્ટ્રી છે. ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે. તો લાઓસમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટીનું શાસન છે. ૧,૦૩૫ કિલોમીટરની ઇલેક્ટ્રિફાઇડ પેસેન્જર અને કાર્ગો રેલવે દક્ષિણપશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના દક્ષિણપશ્ચિમના કુમિંગને લાઓસની રાજધાની વિએન્ટિન સાથે જાેડશે. આ માટે સંપૂર્ણપણે ચાઇનીઝ ટેકનિકલ સ્ટાન્ડર્ડ્‌સ અપનાવવામાં આવ્યા છે અને તેમાં બે સેક્શન્સ છે. લાઓસ ખાતેના સેક્શનના બાંધકામનો પ્રારંભ વિયેન્ટિનના બોર્ડર ટાઉન બોટેન ખાતેથી ડિસેમ્બર ૨૦૧૬માં શરુ થયો હતો અને ચીન ખાતેના બાંધકામનો પ્રારંભ યુક્સી ખાતે ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બોર્ડર ખાતેના મોહન ટાઉન ખાતે થયો હતો.ચીને અબજાે ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ યોજનાના ભાગરૃપે લાઓસને જાેડતી સૌપ્રથમ ક્રોસ બોર્ડર ટ્રેન શરુ કરી છે. તેના લીધે દક્ષિણપૂર્વ એશિયાના ચોમેરથી ઘેરાયેલા દેશને જાેડાવવામાં મદદ મળશે. આ ટ્રેન સર્વિસના લીધે પ્રાદેશિક જાેડાણ તથા પુરવઠા મોરચે વૃદ્ધિ થશે.

china-cross-border-train-open.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *