જાપાન
હાલમાં તારો કોનો કોવિડ-૧૯ વેક્સિનના પ્રભારી મંત્રી છે. અંગ્રેજીમાં બોલવા સક્ષમ તારો કોનો યુવા મતદારો પર પણ મજબૂત પકડ ધરાવે છે છતાં તેઓએ હારનો સામનો કરવો પડયો હતોે. અહેવાલો અનુસાર ૬૪ વર્ષીય કિશિદા પાર્ટીના હાલના નેતા અને વડા પ્રધાન યોશીહિદે સુગાનું સ્થાન લેશે જેઓએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પદભાર ગ્રહણ કર્યા બાદ ફક્ત એક વર્ષની સેવા બાદ રાજીનામું આપી દીધું છે.જાપાનના સત્તારૃઢ પક્ષ એલડીપી(લિબરલ ડેમોક્રેટિક પાર્ટી)એ બુધવારે પૂર્વ રાજદ્વારી અને વિદેશમંત્રી ફૂમિયો કિશિદાને તેમના નવા વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢયા છે. જ્યારે તેમના હરીફ ૫૮ વર્ષીય તારો કોનોએ નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડયો હતો.