ટોક્યો,
જાપાનમાં ટ્રેન, બસ જેવા જાહેર પરિવહનના સાધનો ડેસ્ટિનેશન પર મોડા પહોંચે તો જે-તે કંપનીએ મુસાફરોની માફી માગવી પડે છે. ટ્રેનો ટોક્યોની લાઇફલાઇન ગણાય છે. રોજ લાખો લોકો તેમાં મુસાફરી કરીને તેમના વર્કપ્લેસ પર પહોંચે છે. એવામાં થોડી મિનિટોનો વિલંબ થાય તો તેમને આગળની ટ્રેન નથી મળતી. તેના કારણે ટ્રેન કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે બહુ કડક હોય છે. વિલંબના કિસ્સામાં નો વર્ક નો પેની ફોર્મ્યૂલા લાગુ કરીને જે-તે કર્મચારીનું વેતન કાપી લેવાય છે.ડ્રાઇવરને ટ્રેન ઓકાયામા સ્ટેશને લઇ જવાનો નિર્દેશ અપાયો હતો. તે ટ્રેન લઇને ત્યાં પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તે ખોટા પ્લેટફોર્મ પર છે. તેણે કંટ્રોલરૂમમાંથી ચેક કર્યું. તેને પ્લેટફોર્મ બદલવા જણાવાયું, જેમાં એક મિનિટનું મોડું થઇ ગયું.સમયપાલન માટે મશહૂર જાપાનમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જાપાનમાં એક ટ્રેન ડ્રાઇવર ટ્રેન સ્ટેશન પર એક મિનિટ મોડી લાવ્યો તો રેલ કંપનીએ તેના વેતનમાંથી ૨૮ રૂ. કાપી લીધા. તેના વિરોધમાં ડ્રાઇવરે રેલ કંપની સામે ૧૪ લાખ રૂ.ના વળતરની માગ સાથે કેસ કર્યો છે. ડ્રાઇવરનું કહેવું છે કે વિલંબ તેની ભૂલથી નહોતો થયો, જેથી કંપની દ્વારા તેને ૧૪ લાખ રૂ. વળતર ઉપરાંત વેતનમાંથી કપાયેલા ૨૮ રૂ. અને સાડાઆઠ રૂ.નો ઓવરટાઇમ પણ આપવામાં આવે.


