International

ઝુકરબર્ગને ૩.૫૩ લાખ કરોડનું નુકસાન

વોશિંગ્ટન
ફેસબૂક જાહેરાત પેટે દૈનિક ૩૧૯ મિલિયન ડોલરની કમાણી કરે છે. એટલે કે કંપની જાહેરાતથી દર કલાકે ૧૩.૩ મિલિયન ડોલરની કમાણી કરે છે. આ કમાણી પ્રત્યેક મિનિટની અંદાજે ૨,૨૦,૦૦૦ ડોલર અને દર સેકન્ડે ૩,૭૦૦ ડોલર જેટલી થાય છે. એટલે કે ફેસબૂકે દર મિનિટે ૨,૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧.૬ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. અહેવાલો મુજબ આ આઉટેજ લગભગ સાત કલાકથી વધુ સમય ચાલ્યું હતું. ફેસબૂકની જાહેરાતની કમાણીના અહેવાલોના આધારે સોમવારે રાત્રે થયેલા આઉટેજથી ફેસબૂકને સાત કલાકમાં જ રૂ. ૫૪,૦૦૦ કરોડનું નુકસાન થયું હોવાનું કહી શકાય.વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્‌સએપની સર્વિસ સોમવારે રાતે બંધ થઈ ગઈ હતી અને તે અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી એટલે કે લગભગ સાત કલાક કરતાં વધુ સમય સુધી ઠપ્પ રહેતા ત્રણે સોશિયલ મીડિયા સર્વિસના કરોડો યુઝર્સ હેરાન થઈ ગયા હતા. જાેકે, ફેસબૂકના એક એન્જિનિયરની એક ભૂલે ફેસબૂક અને તેના માલિક ઝુકરબર્ગને કુલ રૂ. ૩.૫૩ લાખ કરોડ (૪૭૩૦ કરોડ ડોલર)થી વધુનું નુકસાન કરાવ્યું છે, જેમાં ફેસબૂકની માર્કેટ કેપના ધોવાણ અને સાત કલાક દરમિયાન કંપનીને પ્રત્યક્ષ જાહેરાતની આવક તરીકે અંદાજે રૂ. ૭૫૦ કરોડ (૧૦ કરોડ ડોલર)ના નુકસાનનો સમાવેશ થાય છે. જાેકે, ત્રણેય સોશિયલ મીડિયા એપની સર્વિસ મંગળવારે વહેલી સવારે શરૂ થઈ હતી. ફેસબૂક ઈન્કે. ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપના વૈશ્વિક આઉટેજ અંગે શરૂઆતમાં કોઈ કારણ જાહેર કર્યું નહોતું. જાેકે, રોયટર્સે ફેસબૂકના કર્મચારીઓને ટાંકીને કહ્યું કે તેમને લાગે છે કે આંતરિક રાઉટિંગમાં એક ભૂલના કારણે આ આઉટેજ સર્જાયું હતું. અનેક સિક્યોરિટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફેસબૂક, વોટ્‌સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાનું કારણ આંતરિક ભૂલ હતી. આ આઉટેજના કારણે ફેસબૂક ઈન્ક.ને જંગી નુકસાન થયું હતું. કંપનીની સાથે ફેસબૂકના માલિક માર્ક ઝુકરબર્ગને પણ જંગી ખોટ થઈ હતી. આઉટેજના કારણે અમેરિકન શૅર બજારમાં ફેસબૂકના શૅરના ભાવમાં ૪.૯ ટકાનો ઘટાડો થતાં કંપનીની માર્કેટ કેપમાં ૪૭.૩ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. પરીણામે ફેસબૂકના માલિક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ ૭ અબજ ડોલર (અંદાજે રૂ. ૪૫,૫૫૫ કરોડ)નો ઘટાડો થયો હતો. અમેરિકન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફેસબૂક દુનિયાની બીજી સૌથી મોટી ડિજિટલ જાહેરાત કંપની છે. સ્ટાન્ડર્ડ મીડિયા ઈન્ડેક્સ મુજબ આઉટેજ દરમિયાન કંપનીને એકલા અમેરિકામાં જ જાહેરાત પેટે પ્રતિ કલાક ૫,૪૫,૦૦૦ ડોલરનું નુકસાન થયું હતું. વધુમાં આ આઉટેજના કારણે વૈશ્વિક અર્થતંત્રને ૧૬૦ મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું સાઈબર સિક્યોરિટી વોચડોગ નેટબ્લોક્સે જણાવ્યું હતું. ફેસબૂક દુનિયામાં સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વોટ્‌સએપ દુનિયાની સૌથી મોટી પર્સનલ મેસેજ શૅરિંગ એપ છે જ્યારે ઈન્સ્ટાગ્રામ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય એપ છે. આ ત્રણેની માલિક ફેસબૂક ઈન્ક છે અને આ ત્રણેય એપ તથા મેસેન્જર સોમવારે રાત્રે લગભગ સાત કલાક સુધી ડાઉન રહી હતી. આ આઉટેજના કારણે ફેસબૂકના માલિક માર્ક ઝુકરબર્ગે વ્યક્તિગત સ્તરે યુઝર્સની માફી માગી હતી. ઈન્ટરનેટ આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટર મુજબ ૪૦ ટકા યુઝર્સ એપ ડાઉનલોડ કરી શક્યા નહીં. ૩૦ ટકા યુઝર્સને સંદેશ મોકલવામાં સમસ્યા આવી જ્યારે ૨૨ ટકા યુઝર્સને વેબ વર્ઝનમાં તકલીફ થઈ.

Mark-zuagarbarg.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *