International

ટિ્‌વટર એકાઉન્ટ ફરી ચાલુ કરવા ટ્રમ્પની કોર્ટમાં પિટિશન

ન્યૂયોર્ક
ટ્રમ્પના એટર્ની દ્વારા ફ્લોરિડાની ફેડરલ કોર્ટમાં પિટિશન કરીને ટિ્‌વટર એકાઉન્ટ પરત મેળવવા માગણી કરવામાં આવી છે. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે ટિ્‌વટર એકાઉન્ટ કાયમીપમ બંધ કરી ટ્રમ્પના બંધારણીય હકોનું હનન કરવામાંઆવ્યું છે. ગત જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતા ટમ્પના સમર્થકોએ સંસદભવન પર હુમલો કર્યો હતો અને રાષ્ટ્રપતિ જાે બિડેનની જીતને સત્તાવાર થવાથી રોકવાના પ્રયત્નો કર્યા હતા. આ હિંસા વધશે તેવી ચીમકી પણ ટ્રમ્પ દ્વારા આડકતરી રીતે આપવામાં આવી હતી. જેથી ટ્રમ્પનું ટિ્‌વટર એકાઉન્ટ કાયમીપણે બંધ કરવાનો ર્નિણય ટિ્‌વટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તે સમયે ટ્‌મ્પના ૮૯ મિલિયન ફોલોઅર હતા. ફેસબુકે પણ બે વર્ષ સુધી ટ્રમ્પ પર પ્રતિબંધ લાદ્યો છે, જે જાન્યુઆરી-૨૦૨૩મં પૂર્ણ થશે. આ ઉપરાંત યુ-ટયુબ દ્વારા પણ ટ્રમ્પ પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું ટિ્‌વટર એકાઉન્ટ ફરી મેળવવા માટે ફ્લોરિડાના ફેડરલ જજ સમક્ષ પિટિશન કરી છે. જેમાં ટિ્‌વટર અને ટિ્‌વટરના સી.ઇ.ઓ. જેક ડોર્સીને પ્રતિવાદી બનાવી માગણી કરવામાં આવી છે કે તેમનું ટિ્‌વટર એકાઉન્ટ કાયમીપણે બંધ કરવાનો ર્નિણય પરત ખેંચવાનો આદેસ ટિ્‌વટરને આપવામાં આવે.

Trump-Twietar-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *