અમેરિકા,
એલન મસ્ક હાલમાં ટેસ્લામાં ૧૦ ટકા ભાગીદારી ધરાવે છે. તેનું મુલ્ય અંદાજે ૨૪ અબજ ડોલર છે. આ ભાગીદારી પર મસ્કને વેરો ભરવાનો છે. મીડિયા અહેવાલનું કહેવું છે કે મસ્ક જાે ટેસ્લાના શેર મોટાપ્રમાણમાં વેચવા હશે તો શેરની કિંમત પર નકારાત્મક પ્રભાવ પડશે.શુક્રવારે ટેસ્લાના શેરના બંધ ભાવ ૧૨૨૨.૦૯ ડોલર નોંધાયા હતા. અમેરિકી પ્રમુખ જાે બાઇડેનના સામાજિક અને જળવાયુ પરિવર્તન એજન્ડાને સાકાર કરવા ભંડોળ ઊભું કરવા ડેમોક્રેટ પાર્ટીએ અમેરિકી સેનેટમાં અબજાેપતિઓની સંપત્તિને વેરાકીય માળખામાં લાવવા એક દરખાસ્ત મૂકેલી છે. તે દરખાસ્ત હેઠળ લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ પર વેરો લાદવાની દરખાસ્ત છે. એક અંદાજ મુજબ આ પ્રકારના કરવેરાને પગલે અમેરિકી તિજાેરીને આગામી દશ વર્ષ સુધી વાર્ષિક ૫૫૭ અબજ ડોલરની આવક થવાની સંભાવના છે.એલન મસ્કના ટિ્વટર પોલમાં ભાગ લેનારા ૫૮ ટકા ફોલોઅર્સે તેમણે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લામાં રહેલા તેમના ૧૦ ટકા શેર વેચી દેવા જાેઇએ તે વાતની તરફેણ કરી છે. એલન મસ્કે વીતેલા સપ્તાહમાં ટિ્વટર પર એક સર્વેક્ષણ હાથ ધરીને પોતાના ટિ્વટર ફોલોઅર્સને પૂછયું હતું કે ,’કરવેરાની ચુકવણીથી બચવા માટેના ઉપાયોના માધ્યમથી તાજેતરમાં અવાસ્તવિક લાભો થયેલા છે, તો શું મારે ટેસ્લામાં રહેલા મારા ૧૦ ટકા શેર વેચી દેવા જાેઇએ? ‘ આ મુદ્દે હાથ ધરાયેલાસર્વેક્ષણ દરમિયાન તેમના ૬.૨૫ કરોડથી વધુ ટિ્વટર ફોલોઅર્સ પૈકી ૫૭.૯ ટકા ફોલોઅર્સે ‘હા‘માં જવાબ આપ્યો હતો જ્યારે ૪૨.૧ ટકા ફોલોઅર્સે ‘ના‘માં જવાબ આપ્યો હતો. મસ્કે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે,’ કરવેરાથી બચવાના સાધનના રૂપમાં તાજેતરમાં અવાસ્તવિક લાભ થયો છે, તેથી હું મારા ટેસ્લા શેર પૈકીના ૧૦ ટકા શેરને વેચવાનો પ્રસ્તાવ મૂકુ છું.’ તેમણે ટિ્વટ કરીને એમ પણ કહ્યું હતું કે ,’હું ક્યાંયથી પણ રોકડ વેતન કે બોનસ મેળવતો નથી. મારી પાસે માત્ર શેર છે. તેથી મારા માટે વ્યક્તિગત રૂપે કર ચુકવણી માટેનો એકમાત્ર માર્ગ શેરનું વેચાણ કરવાનો જ છે.’ મસ્ક અમેરિકામાં સાર્વજનિક રૂપથી ધંધાદારી સંપત્તિઓ પરના અપ્રાપ્ય લાભ પર કરવેરા લાદવા મૂકવામાં આવેલી દરખાસ્તના પ્રખર આલોચક છે. ડેમોક્રેટ પાર્ટીએ અમેરિકી સેનેટમાં બિલિયોનર્સ ટેક્સની દરખાસ્ત મૂકેલી છે. તે પછી રવિવારે એક વધુ ટિ્વટ કરીને એલન મસ્કે કહ્યું હતું કે,’ હું સર્વેક્ષણના પરિણામોનું પાલન કરીશ, પછી ભલે ગમે તે થાય.’ અમેરિકી સેનેટર રોન વિડેને મસ્કની ટિ્વટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ કોઇપણ પ્રકારના કરવેરા ભરવા કે નહીં તેનો ર્નિણય ટિ્વટર પોલના પરિણામ પર ર્નિભર ના રહેવો જાેઇએ. અબજાેપતિએ આવકવેરો ભરવાનો સમય છે.
