International

તબિયત ખરાબ થઈ તો પ્લેનનો દરવાજાે ખોલીને વિંગ પર ચઢી ગયો

વોશિંગ્ટન
વિમાનના માયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ ઘટના ઘટી. આરોપી વિમાનનો ઈમરજન્સી દરવાજાે ખોલીને તેની વિંગ પર બેસી ગયો. અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઈટ ૯૨૦ કોલંબિયાના કાલીથી બુધવારે રાતે માયામી પહોંચી હતી જે બાદ આ ઘટના ઘટી.એરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યુ કે ઘટનાના કારણે કોઈ વિલંબ થયો નથી અને અમેરિકન એરલાઈન્સ ૯૨૦ વિમાનમાં સવાર તમામ યાત્રી કોઈ પરેશાની વિના ઉતરી ગયા. રિપોર્ટસ અનુસાર શખ્સે પોલીસને જણાવ્યુ હતુ કે તેઓ સ્વસ્થ અનુભવી રહ્યા નહોતા. જે બાદ તેમને ઈમરજન્સી રૂમમાં લઈ જવાયા તો તેમનુ બ્લડ પ્રેશર હાઈ હતુ. હાલ આરોપીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે અને સાજા થયા બાદ ધરપકડ કરવામાં આવશે.અમેરિકામાં એક શખ્સની હરકતથી મિયામી એરપોર્ટ પર તૈનાત અધિકારીઓના હોશ ઉડી ગયા. ફ્લાઈટમાં સવાર આ શખ્સ તબિયત ખરાબ થવાના કારણે વિમાનની વિંગ્સ પર બેસી ગયો. બાદમાં તેને નીચે ઉતારવામાં આવ્યો. અધિકારીઓને આની જાણકારી મળી તો તેઓ ગભરાઈ ગયા અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને શખ્સની નીચે ઉતરવાની અપીલ કરવા લાગ્યા. રિપોર્ટસ અનુસાર પ્લેન બસ લેન્ડ જ થયુ હતુ અને ગેટ પર પોઝિશન લઈ રહ્યુ હતુ ત્યારે એક મુસાફર ઈમરજન્સી ડોર ખોલીને એરપ્લેનની વિંગ્સ પર ચડી ગયુ. અમેરિકન એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યુ કે આરોપી મુસાફરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. અમે અમારી ટીમના સભ્યો અને કાયદાનો અમલ કરનારાને તેમની પેશેવર અને ત્વરિત કાર્યવાહી માટે આભાર માન્યો છે.

One-persion-in-open-Aroplane-Door-and-step-in-Wing.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *