પાકિસ્તાન
ઇમરાન ખાનના આ વિધાનોએ જ વિવાદ જગાવ્યો છે તેમાં પાકિસ્તાનના માહિતી પ્રધાન ફાઉદ ચૌધરીએ તેનો બચાવ કરતા કહ્યું હતુ કે, ‘મહત્ત્વની વાત તો એ છે કે આ દ્વારા (આ નિવેદન દ્વારા) પશ્ચાદ ભૂમિકા રજૂ થઈ ગઈ છે. પાકિસ્તાન લોહીની નદીઓ અને આગની જ્વાળાઓમાંથી પસાર થયું છે. તેણે હજ્જારો લોકોના બલિદાનો આપ્યા છે અને અલ-કાયદા જેવા ત્રાસવાદી જૂથ તથા અન્ય ત્રાસવાદી જૂથોને પરાસ્ત કર્યા છે. તો બીજી તરફ અન્યો ઉપર ખતરનાક ષડયંત્રો ચલાવનાર ભારતને પરાસ્ત કર્યું છે. આમ એક તરફ ત્રાસવાદી જૂથોને પરાસ્ત કર્યા છે તો બીજી તરફ ષડયંત્રો ચલાવનારાઓને પણ પરાસ્ત કર્યા છે. માટે, વડાપ્રધાનનું ઉક્ત નિવેદન યોગ્ય જ છે.’ ફાઉદ ચૌધરીનું આ નિવેદન જ વિવાદાસ્પદ બની રહ્યું છે કારણ કે ઇમરાનખાનના નિવેદનથી તાલિબાનોને આડકતરી સ્વીકૃતિ મળી ગઈ છે અને તે સ્વીકૃતિને યોગ્ય ઠરાવતા ચૌધરીના નિવેદને તો વિવાદનો વંટોળ સર્જી દીધો છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તહેરિક-એ- તાલિબાન (પાકિસ્તાન) ્્ઁ માં કેટલાક જૂથો સાથે મંત્રણા કરી હતી તે દરમિયાન તેઓએ તેમને કહ્યું હતું કે, તેઓ શસ્ત્રો મૂકી દે અને પાકિસ્તાનના સંવિધાન પ્રમાણે ચાલવા તૈયાર હોય તો તેઓ તેમને માફી આપવા તૈયાર છે. ઇમરાન ખાનના આ વિધાનોએ જ ચકચાર જગાવી દીધી છે તેવામાં પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ તેનો બચાવ કરતા વિવાદનો વંટોળ જાગી ગયો છે. ઇમરાનખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સરકાર પ્રતિબંધિત તેવા તહેરિક-એ-તાલિબાન (પાકિસ્તાન) (્ૈંઁ)સાથે મંત્રણા કરી રહી છે અને તેઓને શસ્ત્રો મૂકવા તથા પાકિસ્તાનના સંવિધાન પ્રમાણે ચાલવા કહેવામાં આવ્યું છે. જાે તેઓ આમ કરે તો તેમને માફી આપવા માટે પણ પાકિસ્તાનની સરકાર તૈયાર છે. તાલિબાનોના કેટલાક એવા પણ જૂથો છે જેઓ શાંતિ ઇચ્છે છે અને આપણી સરકાર સાથે મંત્રણા કરવા માંગે છે. આથી અમો તેમની સાથે મંત્રણા કરી રહ્યા છીએ. આ એક સામાન્ય પ્રક્રિયા છે આ મંત્રણામાંથી કશું ફળ મળી પણ શકે પરંતુ આ તબક્કે કશું નિશ્ચિત રીતે કહી શકાય નહીં.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/10/Imaran-khan-.jpg)