અમેરિકા
તહેવારોની સિઝન પછી કેસોમાં વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ.. લોકડાઉન કામ કરશે નહીં. વાયરસ દરેક જગ્યાએ છે. તમારે ઘટાડવાની જરૂર છે. તમારી સામાન્ય સમજનો ઉપયોગ કરો. બજાર બંધ કરવું વગેરે કામ કરશે નહીં. આપણે વાયરસ સાથે જીવવાની જરૂર છે. જ્યારે હોસ્પિટલો વધુ દર્દીઓ જુએ છે ત્યારે આપણે પ્રતિબંધો લગાડવા જાેઈએ.કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પહેલી વાર ઓળખ કરનાર ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ ચોંકાવનારી જાણકારી આપી છે. વાયરસ બધી જગ્યા પર છે અને લોકડાઉન કરવાથી કંઈ નહીં થાય એ માટે સાવચેતી પણ રાખવી જરૂરી છે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોય તો પણ તેમને સારવારની જરૂર હોય છે. દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમવાર મળી આવેલ ઓમિક્રોન સ્ટ્રેનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘એક પ્રકારની ચિંતા’ તરીકે ઓળખવામાં આવે છે. ઓમિક્રોનના કેસ ઓછા છે પરંતુ માહોલ બદલાઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં સેરોપોઝિટિવિટીનો દર ઊંચો છે. ભારતમાં પણ આ રીતે જાેતા કેસમાં ઉછાળો આવી શકે છે.ઘણા દેશોએ ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવાના એકમાત્ર હેતુ સાથે પ્રતિબંધો લાદ્યા છે. ભારતમાં ક્રિસમસ-નવા વર્ષની રજાઓ દરમિયાન ઓમીક્રોનના કેસોમાં વધારો અટકાવવા માટે પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. ઓમિક્રોનનો ડોમેસ્ટિક ટ્રાન્સમિશન રેટ ઊંચો છે. ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતુ કે,. “જાે સાત જણના કુટુંબમાં એક વ્યક્તિ પોઝિટિવ છે તો ખાતરી રાખો કે અન્ય છ પણ પોઝિટિવ જ હશે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોય તો પણ તેમને સારવારની જરૂર હોય છે. ઓમિક્રોન ઉપલા શ્વસન માર્ગ પર હુમલો કરે છે. તમને ન્યુમોનિયા પણ થઈ શકે છે. જાે કે મોટાભાગના કેસો હળવા હોય છે,” કોએત્ઝી લોકોને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીની બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપે છે. “ભારતે પણ આ કરવું જાેઈએ.” આ સાથે જ જણાવ્યું હતું કે, “મોટા ભાગના ઓમિક્રોન કેસોમાં હળવા લક્ષણો જાેવા મળે છે. પરંતુ જાે તમે રસી નથી લીધી તો તકલીફનો સામનો કેવો પડી શકે છે. બૂસ્ટર શોટ તમને ગંભીરતાથી બચાવશે. દક્ષિણ આફ્રિકામાં હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ સ્થિર છે અને દર બીજા દિવસે બમણું થઈ રહ્યું છે. વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, વાઇરલ ઇન્ફેક્શનને ઓછું આંકી શકાતું નથી તેની નોંધ લેતા, જેને આ વેરિઅન્ટની સૌથી પહેલા ખબર પડી હતી તે ડોક્ટરે જણાવ્યું હતું કે, “ઓમિક્રોન સ્નાયુના દુખાવાથી શરૂ થાય છે. ઉધરસ અને તાવથી શરૂઆત નથી. ” “પીઠનો દુખાવો એ નવા લક્ષણો પૈકી એક છે. શરદી અને ઉધરસ કરતાં સ્નાયુઓ અને દુખાવો વધુ છે.” અન્ય લક્ષણોમાં શરીરમાં દુખાવો, થાક અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે.