ન્યુજીલેન્ડ
નવા કાયદા હેઠળ આવતા વર્ષથી સિગારેટ ખરીદવાની લઘુત્તમ વય દર વર્ષે વધતી રહેશે. એસોસિયેટ હેલ્થ મિનિસ્ટર ડૉ. આયેશા વેરાલે ગુરુવારે માહિતી આપી, ‘નવા કાયદાની જાેગવાઈઓ હેઠળ ધૂમ્રપાનની કાયદેસરની ઉંમર દર વર્ષે વધશે. જેથી ન્યુઝીલેન્ડની આગામી પેઢીને ધૂમ્રપાન મુક્ત બનાવી શકાય.’ તેમણે કહ્યું, ‘ આ આપણા નાગરિકો માટે છે. સ્વાસ્થ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. આગામી ચાર વર્ષમાં દેશને સંપૂર્ણપણે ધૂમ્રપાનમુક્ત બનાવવાના તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારે તમાકુના ધૂમ્રપાન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. વાસ્તવમાં આ યોજના ૨૦૨૫ સુધીમાં ન્યુઝીલેન્ડમાં ધૂમ્રપાનનું સ્તર ૫ ટકાથી ઓછું કરવાનું લક્ષ્ય નક્કી કરે છે. અધિકારીઓને આશા છે કે આ પહેલથી દેશમાંથી દાયકાઓથી ચાલી આવતી ધૂમ્રપાનની પ્રથા નાબૂદ થઈ જશે. એક દાયકા પહેલા અહીં દૈનિક ધૂમ્રપાનનો દર ૧૮ ટકા હતો, જ્યારે ૨૦૧૮માં તે ૧૧.૬ ટકા થયો હતો. જાે કે, માઓરી અને પેસિફિકા માટે ધૂમ્રપાનનો દર ઘણો વધારે હતો એટલે કે માઓરી માટે ૨૯ ટકા અને પેસિફિકા માટે ૧૮ ટકા. આ યોજનામાં સમાવેશ થાય છે- નિકોટિનનું નીચું સ્તર ધરાવતાં તમાકુ ઉત્પાદનોને જ વેચવાની મંજૂરી આપવી અને તેને વેચતા સ્ટોર્સની સંખ્યા ઘટાડવી.ન્યુઝીલેન્ડ સરકાર તમાકુના ધૂમ્રપાનને લઈને એક અનોખી યોજના લઈને આવી છે. જે હેઠળ તે ૧૪ વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવાનો દ્વારા તમાકુની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. આ યોજનાના અમલ પછી ૧૪ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો જીવનભર કાયદેસર રીતે તમાકુ ખરીદી શકશે નહીં.


