લંડન ,
હત્યારાએ જાતે પોન કરીને પોલીસને પોતાના ઘરે બોલાવી હતી. પોલીસે નોંધ કરી હતી કે તેના શરીર ઉપર ખંજર કે છરીના સંખ્યાબંધ ઘા ના નિશાન હતા. ગત ફેબુ્રઆરી મહિનામાં પોલીસે અનિલ ઉપર હત્યાના એક ગુનાનો આરોપ મૂક્યો હતો. વ્યુટન ક્રાઉન કોર્ટે અનિલને હત્યાનો દોષિત જાહેર કરતાં આજીવન કેદની સજા ફટકારી હતી, અર્થાત તેને સતત ૨૨ વર્ષ સુધી કોઇપણ જાતના પેરોલ વિના જેલના સળિયા પાછળ પોતાની જીંદગી વિતાવવી પડશે. હત્યાની એક માત્ર સજા આજીવન કેદની છે, અને આ સજામાં લઘુતમ સમય મર્યાદા ૨૨ વર્ષની રાખવામાં આવી છે.ઇંગ્લેન્ડના દક્ષિણ-પૂર્વમાં આવેલા મિલ્ટન કિનિસ વિસ્તારમાં પોતાની પત્નિને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાના આરોપસર ગુનેગાર ઠરાવી યુકેની કોર્ટે ભારતીય મૂળના ેક નાગરિકને આજીવન કેદની સજા ફટકારી હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામા થેમ્સ વેલી પોલીસે ૪૭ વર્ષિય અનિલ ગીલ નામના આ હત્યારા પતિની તેની ૪૩ વર્ષિય પત્નિ રનજીત ગીલની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી.
