International

પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનુ એલાન

ઓસ્લો, નોર્વે
સ્વિડનના સંશોધકને વૈજ્ઞાનિક એવા આલ્ફ્રેડ નોબેલ દ્વારા આ એવોર્ડની રચના કરાઇ હતી. જેના માટે એક મોટુ ભંડોળ ઉભુ કરવામાં આવ્યું હતું અને દર વર્ષે તેમાંથી જુદી જુદી વિદ્યાશાખામાં અભૂતપૂર્વ યોગદાન આપનારને આ પ્રાઇઝ આપવામા આવે છે.આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ફિલિપાઈન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આપવામાં આવશે. બંનેને આ પુરસ્કાર અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષામાં તેમના પ્રયાસો માટે આપવાની જાહેરાત કરી દેવાઈ છે. આ વર્ષનું કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ જર્મન અને સ્કોટિસ એમ બે વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે અપાશે. જર્મનીના મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટયૂટ ના વૈજ્ઞાનિક બેન્જામિન લિસ્ટ અને સ્કોટલેન્ડમાં જન્મેલા અને પ્રિન્સ્ટન યુનિવર્સિટિના વૈજ્ઞાનિક ડેવિડ મેકમિલનનું કેમિસ્ટ્રીની વિદ્યાશાખામાં તેઓએ આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ નોબેલ એવોર્ડ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવશે. આ વૈજ્ઞાનિકોની જાેડીએ એસિમેટ્રિક ઓર્ગેનોકેટાલિસિસ તરીકે ઓળખાતા પરમાણુના બંધારણ માટે નવો ઉપાય વિકસાવવાની દિશામાં અથાક પ્રયાસો કરવા બદલ તેઓને વિશ્વનું આ સૌથી મનોવાંચ્છિત અને પ્રતિષ્ઠિત ગણાતું પ્રાઇઝ આપવામાં આવશે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સના સેક્રેટરી જનરલ ગોરન હેન્સને બુધવારે આ વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. નોબેલ પ્રાઇઝ માટે નામ પસંદ કરનાર સમિતિએ કહ્યું હતું કે લિસ્ટ અને મેકમિલને ૨૦૦૦ની સાલમાં કેટાલિસિસનો એક માર્ગ વિકસાવ્યો હતો. તેમની એ શોધથી માનવજાતને અદભૂત ફાયદો થઇ રહ્યો છે એમ આ સમિતિના એક સભ્ય એવા પર્નિલા વિટંગે કહ્યું હતું. પોતાના નામની જાહેરાત થયા બાદ લિસ્ટે કહ્યું હતું કે આ એવોર્ડ તેમના માટે સૌથી મોટું આશ્ચર્ય બન્યુ છે. વાસ્તવમાં મને નોબેલ પ્રાઇઝ મળશે એવી કોઇ આશા જ નહોતી એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે જ્યારે સ્વિડનથી તેમના ઉપર ફોન આવ્યો ત્યારે તે તેમના પરિવાર સાથે એમ્સ્ટરડેમમાં વેકેશન મનાવી રહ્યા હતા. લિસ્ટે વધુમાં કહ્યું હતું કે આરંભમાં તો તેમને પણ ખબર નહોતી કે મેકમિલન પણ સમાન વિષય ઉપર કામ કરી રહ્યા હતા, એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી તેમનો આઇડીયા કારગત ન નિવડયો ત્યાં સુધી તો તેઓ એમ જ માનતા હતા કે તે જે કરી રહ્યા છે તે તદ્દન નિરર્થક પ્રયાસ છે. હવે હું અનુભવી શકુ છું કે અમે જે કાંઇ કર્યું તે ખરેખર બહુ મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે વિજ્ઞાનની વિદ્યાશાખામાં સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાનિકો વચ્ચે પ્રાઇઝની સમાન વહેંચણી તાય તે બાબત તદ્દન સામાન્ય છે. ગત વર્ષે જીન્સ (જનીન તત્વ)ને એડિટ કરવાનુ સાધન વિકસાવવા બદલ ફ્રાન્સના ઇમાન્યુએલ કાપેર્ન્ટિયર અને અમેરિકાની જેનિફર ડૌડનાને સંયુક્ત રીતે અપાયું હતું. તેમની તે શોધના કારણે માનવીના શરીરના ડીએનએને બદલી નાંખવાનો રસ્તો મળ્યો હતો જેના પગલે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક ક્રાંતિ સર્જાઇ હતી. નોબેલ પ્રાઇઝના એવોર્ડ સ્વરુપે ગોલ્ડ મેડલ અને તેની સાથે ૧ કરોડ સ્વિડિશ ક્રોનર (૧૧.૪૦ લાખ અમેરિકન ડોલર) રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *