સ્ટોકહોમ
મોટાભાગના મુસ્લિમો મોહમ્મદ પયગંબરની નિંદાને કે ટીકાને આપત્તિજનક માને છે અને તેની સામે આક્રમક વલણ અપનાવે છે. તેથી તેમનું કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ વિલ્ક્સને મોતની ધમકીએ મળવા લાગી હતી. તેના માથા પર ઇનામ રખાયું હતું અને તેના ઘર પર બોમ્બ વડે હુમલો પણ થયો હતો. ૨૦૧૫માં ડેન્માર્કમાં કોપનહેગન ખાતે ઇરાને સલમાન રશદી સામે જારી કરેલા ફતવાની ૨૫મી તિથિએ યોજાયેલી બેઠકમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. વિલ્ક્સ આ બેઠકમાં હાજર હતા. વિલ્ક્સે જણાવ્યું હતું કે તેનું કાર્ટૂન મુસ્લિમોને ઉશ્કેરવા માટે નથી, પરંતુ આર્ટ વર્લ્ડમાં રાજકીય દરમિયાનગીરીને પડકારવા છે.વર્ષ ૨૦૦૭માં મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન દોરીને વિવાદ સર્જનાર સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું અકસ્માતમાં મોત થયું છે. વિલ્ક્સનું રવિવારે માર્કયાર્ડના સધર્ન ટાઉન ખાતે કાર અકસ્માતમાં અવસાન થયું હતું,એમ પોલીસે જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત થયું ત્યારથી વિલ્ક્સ પોલીસ સંરક્ષણ હેઠળ જીવતો હતો. તે પોલીસ વાનમાં પ્રવાસ કરી રહ્યો હતો તે ટ્રક સાથે અથડાઈ હતી. તેમા બે પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા હતા. સ્વીડિશ પોલીસે જણાવ્યું હતું કે આ અત્યંત કરુણ બનાવ હતો. હવે અમારા માટે તે મહત્ત્વનું છે કે અમે એવી કઈ ઘટના બની હતી જેના લીથે કાર અથડાઈ હતી તે ચકાસી જાેવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશું. બ પોલીસ અધિકારીઓ પણ તેમા માર્યા ગયા હતા. સ્વીડિશ પોલીસે સોમવારે જણાવ્યુ હતું કે આ અત્યંત કરુણ બનાવ છે. હવે તે અમારા માટે મહત્ત્વનું છે કે અમે આ ઘટનાના દરેક પાસાની તપાસ કરીએ અને તેની પાછળના કારણ શોધી કાઢીએ. હાલમાં તો આમાં કોઈ સંડોવાયેલું હોય તેમ લાગતું નથી.