International

પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઈલોના પરિક્ષણોના કારણે સંયુક્ત રાષ્ટ્રે પણ ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધો

પ્યોંગયાંગ
ઉત્તર કોરિયાની પૂર્વે સિન્પો બંદરેથી એક મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંદર સામાન્ય રીતે પ્યોંગયાંગનું સબમરીન બેઝ છે. આ મિસાઈલ પૂર્વીય દરિયામાં જાપાનના સમુદ્રમાં લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાએ સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કર્યું હોવાની આશંકા છે. દક્ષિણ કોરિયન મીડિયાના અહેવાલ મુજબ આ મિસાઈલ ૬૦ કિ.મી.ની મહત્તમ ઊંચાઈ પરથી ૪૫૦ કિ.મી. દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ કોરિયાએ તેના પોતાના શસ્ત્રો વિકસાવ્યા છે તેવા સમયે ઉત્તર કોરિયાએ આ પરિક્ષણ કરતાં નિરીક્ષકોનું માનવું છે કે કોરિયન ટાપુ પર શસ્ત્રોની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.પરમાણુ હથિયારોથી સજ્જ રાષ્ટ્ર બનવાની હોડમાં ઉત્તર કોરિયા સતત પરીક્ષણો કરતું રહ્યું છે. તેના પરમાણુ કાર્યક્રમોના મુદ્દે ઉત્તર કોરિયા અમેરિકાની પણ અવગણના કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ મંગળવારે સબમરીનમાંથી જાપાનના સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના આ પરિક્ષણ અને માહિતી દક્ષિણ કોરિયા અને જાપાને આપી હતી. અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર કાર્યક્રમ પર તેની કૂટનીતિ ફરી શરૂ કરી દીધી છે. જાેકે તેના થોડાક જ કલાકો પછી ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડી હોવાનું મનાય છે. પ્યોંગયાંગે જાન્યુઆરીમાં આ મિસાઈલનું અનાવરણ કર્યું હતું અને તેને વિશ્વનું સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણાવ્યું હતું. દક્ષિણ કોરિયાએ આવા જ એક હથિયારનું અનાવરણ કર્યા પછી ઉત્તર કોરિયાએ આ મિસાઈલ રજૂ કર્યું હતું. ઉત્તર કોરિયાએ તાજેતરના સપ્તાહમાં હાઈપરસોનિક અને લાંબી રેન્જના શસ્ત્રો સહિત અનેક મિસાઈલોના પરિક્ષણ કર્યા છે. તેમાંથી કેટલાક મિસાઈલ પરિક્ષણો આકરા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ભંગ કરે છે. પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઈલોના પરિક્ષણોના કારણે સંયુક્ત રાષ્ટ્રે પણ ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે.

North-Korea-tests-ballistic-missile-from-submarine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *