International

પીસ નોબેલ એવોર્ડ મેળવનારા રશિયાના દિમિત્રી મુરાતોવ અને ફિલિપાઇન્સની મારિયા રેસાની કામગીરી

મોસ્કો
રશિયાના જર્નાલિસ્ટ દિમિત્રી મુરાતોવ વિશે ટાંકવામાં આવ્યું છે કે તેમણે રશિયામાં વાણી સ્વાતંત્રતા બાબતે રશિયન સરકાર સામે અનેકવાર બાયો ચડાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મારિયા રેસાએ વર્ષ ૨૦૧૨માં રેપલર નામની એક ન્યૂઝ વેબસાઇટ શરુ કરી હતી.જે રાષ્ટ્રપતિ રોડ્રીગો દુર્તત સરકારની વિવાદાસ્પદ નીતિઓ, એન્ટી ડ્રગ અભિયાન પર નજર રાખતી હતી. ફેંક ન્યૂઝ ફેલાવીને વિપક્ષીઓને હેરાન કરવા અને સાર્વજનિક વાતચિતમાં તથ્યોને તોડી મરોડવા માટે સોશિયલ મીડિયાનો દુરોપયોગ થતો હતો તેનો વિરોધ કર્યો હતો. મારિયા એક જર્નાલિસ્ટ તરીકે ૩ દાયકાનો અનુભવ ધરાવે છે. મારિયા એશિયા ક્ષેત્રમાં સીએનએની સંશોધન પત્રકાર પણ રહી ચુકી છે. તે ફિલિપાઇન્સના બ્રોડકાસ્ટર એબીએસ -સીબીએનની ન્યૂઝ હેડ તરીકે પણ ફરજ બજાવી છે. રશિયાના દિમિત્રી મુરાતોવની વાત કરીએ તો રશિયન અખબાર નોવાયા ગજેટાના એડિટર ઇન ચીફ છે. દિમિત્રીના અખબારને કમિટીએ રશિયામાં એક માત્ર સત્યવાદી, ટિકાત્મક વલણ ધરાવતું ગણાવ્યું છે. દિમિત્રીએ વર્ષ ૧૯૯૩માં નોવાયા ગજેટાની સ્થાપના કરી હતી. દિમિત્રીની સમાચારના માધ્યમથી સત્ય પારખું આવડત, વ્યવસાયિક નિષ્ઠા અને રશિયન સમાજની ટીકા ટિપ્પણી કરતા હતા. રશિયન સમાજની એવી માહિતી જે બીજા કોઇ અખબારમાં દૂર દૂર સુધી જાેવા મળતી ન હતી. દિમિત્રીનું માનવું છે કે રશિયામાં જેને ખોટી રીતે વિદેશી એજન્ટ ગણીને પરેશાન કરવામાં આવે છે, હુમલાઓ કરવામાં આવે છે અને દેશવટો આપવાના પ્રયાસો થાય છે તેમનો અવાજ બનીને મદદ કરતા રહેશે.વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતો શાંતિનો નોબેલ પારિતોષિક ફિલિપાઇન્સના સમાચાર સંગઠન રેપલરના સીઇઓ મારિયા રેસા અને રશિયન જર્નાલિસ્ટ દિમિત્રી મુરાતોવને આપવાની જાહેરાત કરવામાં આવી છે. પત્રકારત્વ ક્ષેત્રની બંને વ્યકિત વિશેષને અભિવ્યકિત સ્વતંત્રતા સામે લડત આપવાના પ્રયાસો બદલ આપવામાં આવ્યો છે. નોબેલ કમિટીના પ્રમુખ બેરિટ રીસે દબાણ વગરનું સ્વતંત્ર પત્રકારત્વ પાવર, જુઠાણા અને વૉર પ્રોપેગેન્ડા સામે લડી છે. અભિવ્યકિતની સ્વતંત્રતા અને પ્રેસની આઝાદી વિના દેશો વચ્ચે ભાઇચારો, નિશસ્ત્રીકરણ અને ઉત્તમ વૈશ્વિક વ્યવસ્થા શકય નથી. નોેબેલ કમિટીના જણાવ્યા અનુસાર ફિલિપાઇન્સના મારિયા રેસા અને તેમના સંગઠનને રાષ્ટ્રપતિ રોડ્રીગો દુતર્તે સરકારની ટીકા બદલ ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતા. તેઓ ભેળસેળવાળી અર્ધ સત્ય અને ગેરમાર્ગે દોરનારી માહિતીના દુષણ સામે વૈશ્વિક લડાઇ ચાલી રહી છે તેનો પણ હિસ્સો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *