મોસ્કો
રશીયાના પ્રમુખ પુતિને આતંકી સંગઠનોના સભ્યના ચંૂટણી લડવા પર પ્રતિબંધ મુકતા કાયદા પર સહી કરી દીધી હતી. આ કાયદો ઘડીને પુતિને પોતાના વિરોધીઓને આતંકી જાહેર કરીને તેમના ચૂંટણી લડવા પર જ પ્રતિબંધ મુકી દીધો છે.રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘોર ટીકાકાર એલેક્સી નવલનીએ જણાવ્યું હતું કે મારી આ ટીકા બદલ રશિયન સરકારે મને આતંકવાદી અને ઉગ્રવાદી જાહેર કરી દીધો છે. એલેક્સી હાલ રશિયાની જેલમાં કેદ છે. તેઓ અનેક વખત પુતિનની ટીકા કરી ચુક્યા છે. હાલ એલેક્સીને પેરોલના ઉલ્લંઘન બદલ અઢી વર્ષની કેદની સજા આપવામાં આવી છે. તેમણે કહ્યંુ હતું કે મને સજા આપવાનું હું સ્વાગત કરૂં છું કેમ કે મને હવે ફરાર થવા માટે એક ખતરો નહીં માનવામાં આવે. પોતાના વકીલની મદદથી પોસ્ટ કરવામાં આવેલા નિવેદનમાં એલેક્સે કહ્યું હતું કે બસ એટલુ છે કે હવે હું આતંકવાદી છું.