International

પ્રદિપકુમાર રાવતને ચીનમાં રાજદૂત તરીકે નિમણુંક કરાઈ

ચીન
પ્રદીપ કુમાર રાવત જાન્યુઆરી-૨૦૨૧થી નેધરલેન્ડ ખાતે ભારતીય રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. ચીનની મેન્ડરિન ભાષાને કડકડાટ બોલનારા રાવતે તેમની રાજદ્વનારી તરીકેની મોટાભાગની કારકિર્દી ક્યાં તો ચીનમાં વિતાહી હતી અથવા નવી દિલ્હીમાં બેઠા બેઠા ચીનનો હવાલો સંભાળ્યો હતો. ૨૦૧૪ થી ૨૦૧૭ના ત્રણ વર્ષ દરમ્યાન તેમણે વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયાના સંયુક્ત સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષ દરમિયાન તેમને ઇન્ડોનેશિયા ખાતે ભારતના રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ વાસ્તવિક અંકુશ રેખા ઉપર સરહદોના મુદ્દે ભારત અને ચીન વચ્ચે ખુબ મોટો સંઘર્ષ અને વિવાદ ચાલી રહ્યો છે. તે ઉપરાંત ચીને પોતાની વિસ્તારવાદી નીતિને આગળ ધપાવતા અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સરહદ નજીક તેણે ગામ વસાવી લીધુ હતું. આ કટોકટીના સમયમાં રાવતને ભારતીય રાજદૂત તરીકે ચીન મોકલાયા છે. લદાખ સાથે ચીનની ૧૫૯૭ કિલોમિટર લાંબી જમીન સીમાએ ભારત અને ચીનના સૈનિકો સામ-સામે હથિયારો તાણીને ઉભા હોઇ બંને દેશો વચ્ચે હાલ ખુબ જ તંગદીલી પ્રવર્તી રહી છે. યાદ રહે કે ચીનની સરકારે મે-૨૦૨૦માં લદાખ સરહદે યથાવત સ્થિતિ જાળવી રાખવાના અગાઉના ર્નિણયને ફેરવી તોળ્યો હતો અને ભારતની સરહદોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સૈન્યે બળજબરીપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.વરિષ્ઠ રાજદ્વારી પ્રદીપ કુમાર રાવતને સોમવારે ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાહેરાત કરી હતી. રાવત ૧૯૯૦-બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી જેને ચીની બાબતોના નિષ્ણાંત માનવામાં આવે છે. તેઓ વિક્રમ મિસરીની જગ્યા લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રદીપ રાવત જે હાલમાં નેધરલેન્ડમાં ભારતના રાજદૂત છે. તેમને રિપબ્લિક ઓફ ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં નવી જવાબદારી સંભાળે તેવી શક્યતા છે.

Pradeep-Kumar-Rawat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *