સ્ટોકહોમ
હવામાન ઉપર માનવીના પ્રભાવની ચોક્કસ નિશાનીઓ જાેવાનો માર્ગ પણ વિકસાવ્યો છે. પેરીસીએ એવુ એક ડીપ ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલ વિકસાવ્યું હતુ જેની મદદથી ગણિત, બાયોલોજી, ન્યૂરોસાયન્સ અને મશીન લર્નિંગમાં જેટલા જુદા જુદા ક્ષેત્ર હોય છે એવા હવામાનની જુદી જુદી અત્યંત ગૂંચવાડાયુક્ત સિસ્ટમને સમજવાનુ શક્ય બન્યું છે. આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જાપાન, જર્મની અને ઇટાલીના ત્રણ વૈજ્ઞાાકિોને સંયુક્ત રીતે આપવામાં આવશે. જાપાનના ૯૦ વર્ષિય સ્યુકોરો માનાબી અને જર્મનીના ૮૯ વર્ષિય ક્લોસ હેસલમેનનું પૃથ્વીના હવામાનનું ફિઝિકલ મોડેલિંગ તૈયાર કરવા બદલ આ સન્માન કરવામાં આવશે. આ ફિઝિકલ મોડેલિંગના કારણે ગ્લોબલ વોર્મિંગ ની જે આગાહી કરવામાં આવે છે તેની વિશ્વસનિયતા અને વૈવિધ્યતાના પ્રમાણને સચોટ રીતે માપી શકાશે, અર્થાત તે આગાહી કેટલી વિશ્વસનિય છે અને તેના ઉપર ભરોસો કરવો કે નહીં તે બાબત આ ફિઝિકલ મોડેલિંગના કારણે સુનિશ્ચિત કરી શકાશે. આ પ્રાઇઝનો બીજાે અડધો હિસ્સો ઇટાલીની ૭૩ વર્ષિય ગિયોરગિયો પેરીસીને આપવામાં આવશે. તેણે સમગ્ર ફિઝિકલ સિસ્ટમમાં પરમાણુથી માંડીને ઉપગ્રહીય સ્તર સુધી થતી વધઘટ અને અવવ્યવસ્થાની જે આંતરિક સંતાકૂકડી જેવી રમત રમાય છે તેને શોધી કાઢી હતી તે બદલ તેનું સન્માન કરાયું છે. નોબેલ પ્રાઇઝ એનાયત કરનારી સમિતિએ કહ્યું હતું કે માનાબી અને હેસલમેને પૃથ્વીના હવામાન અંગેના અમારા જ્ઞાાનનો અને માનવતા તેના ઉપર કેવી રીતે પ્રભાવ પાડે છે તે અંગેની અમારી માહિતીનો પાયો નાંખ્યો છે. માનાબી ઠેઠ ૧૯૬૦ની સાલથી દર્શાવી રહ્યા હતા કે પૃથ્વની વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનુ ંપ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે અને તેના કારણે પૃથ્વીના વાતાવરણનું તાપમાન વધી જશે તે બાબત પણ તે બૂમો પાડી પાડીને કહી રહ્યા હતા, વાસ્તવમાં તેમણે જ આજના હવામાનના મોડેલનો પાયો નાંખ્યો હતો. ત્યારબાદ એક દાયકા બાદ હેસલમેને એવું એક મોડેલ તૈયાર કર્યું જે હવામાન અને આબોહવાની સાથે સંકળાયેલું હતું જેની મદદથી હવામાનની અંધાધૂંધી ભરી પ્રકૃતિ હોવા છતાં હવામાનના મોડેલને સમજી સકાય છે.