અમેરિકા
અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં દબદબો વધી રહ્યો છે તે વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જાે બાઈડને પણ સ્વીકારી છે. જાે બાઈડન પ્રમુખ બન્યા પછી તેમણે અલગ અલગ હોદ્દાઓ પર ૫૫ જેટલા ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી છે. બાઈડને મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતુ કે ભારતીય મૂળના લોકોનો અમેરિકામાં દબદબો વધી રહ્યો છે. આ માટે તેમણે નાસાના વૈજ્ઞાનિક સ્વાતિ મોહન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પોતાના ભાષણ લખનાર વિનય રેડ્ડીના નામ આગળ કર્યા હતા.અમેરિકામાં ભારતીય લોકોનો દબદબો વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સહિત વિશ્વભરમાં ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. વિદેશી સરકાર હોય કે વિદેશી કંપનીઓ હોય તમામ ક્ષેત્રે ભારતીય છવાઈ રહ્યા છે. હાલમાં એક સમાચાર સામે આવ્યા છે મૂળ ભારતીય ૪ નેતાનો અમેરિકામાંના સલાહકાર કમિશનમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અમેરિકન ભારતીયો સહિત ૨૩ નેતાઓને યુએસ પ્રમુખ જાે બાયડનના સલાહકાર કમિશનના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે ભારતીય અમેરિકનો અજય ભુટોરિયા, કમલ કલસી, સોનલ શાહ અને સ્મિતા શાહ સહિત ૨૩ નેતાઓને એશિયન અમેરિકનો, મૂળ હવાઈ અને પેસિફિક ટાપુવાસીઓ પર યુએસ પ્રમુખના સલાહકાર પંચના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે.


