તાઇપેઇ
ચીને દક્ષિણ તાઇવાન પર ગઇકાલે ૩૮ યુદ્ધવિમાનો મોકલ્યા અને આજે ફરી ૩૯ યુદ્ધવિમાનો મોકલ્યા છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેમના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં ઘણાં ચીનના કેટલાંક યુદ્ધવિમાનોનો પ્રવેશ નોંધાયો છે. આ બનાવ અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આવી હરકતો દ્વારા ચીન તે વિસ્તારની શાંતિ અને સૌહાર્દને જાેખમમાં મૂકી રહી છે. અમે ચીનને અપીલ કરીએ છીએ કે તે તાઇવાન પર રાજદ્વારી, આર્થિક અને મિલીટરી દબાણ ન કરે. આ ઉપરાંત અમેરિકાએ ઉમેર્યુ હતું કે તાઇવાન સ્વરક્ષણ માટે મજબૂત રહે તે માટે તેઓ તાઇવાનને સતત મદદ કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે તાઇવાનને હથિયારોનો સૌથી મોટો જથ્થો તાઇવાન દ્વારા પૂરો પાડવામાં આવે છે.ચીને તાઇવાન પર સતત બીજા દિવસે યુદ્ધવિમાનો ઉડાડતા તંગદિવી વધી છે. અમેરિકાએ ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી છે તેમજ અમેરિકાએ ચીનને અપીલ કરી છે કે ચીને તાઇવાન પર મિલીટરી, રાજદ્વારી અને આર્થિક દબાણ ન કરવું જાેઇએ અને કોઇ પ્રતિરોધી પગલાં ન લેવા જાેઇએ. તાઇવાન દ્વારા તેમના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં આવેલા ચીની યુદ્ધવિમાનોની વિગત અમેરિકાને મોકલવામાં આવી છે.