લંડન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને કેરી બંને માર્ચ ૨૦૧૮થી સાથે રહે છે. આ દરમિયાન જ્હોન્સન વિદેશ સચિવ હતા અને ત્યારબાદ ૨૦૧૯માં થેરેસા મે ની જગ્યા લીધા બાદ તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવાનું શરૂ કર્યું હતું. બંનેએ ૨૦૧૯ના અંતમાં સગાઈ કરી હતી. બોરિસ જાેન્સને આ વર્ષે મે મહિનામાં વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં કેરી જાેન્સન (૩૩) સાથે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર ૩૦ મહેમાનોએ ભાગ લીધો હતો. બોરિસ જાેન્સનના આ ત્રીજા લગ્ન છે. ભારતીય મૂળની બોરિસ જાેન્સનની પૂર્વ પત્ની મરિના વ્હીલરના છૂટાછેડા પછી આ તેમના ત્રીજા લગ્ન છે. મરિનાથી તેમને ચાર બાળકો છે. ૫૭ વર્ષીય બોરિસ જ્હોન્સન પહેલા બે વાર લગ્ન કરી ચુક્યા છે અને તેમને છ બાળકો પણ છે. બોરિસ જ્હોન્સનનું તેની આર્ટ કન્સલ્ટન્ટ હેલેન મેકિન્ટાયર સાથે પણ અફેર હતું, જેનાથી તેમને ૨૦૦૯માં એક બાળક થયું હતું. બોરિસ જ્હોન્સનની પ્રથમ પત્ની, એલેગ્રા મોસ્ટિન-ઓવેનથી તેમને કોઈ સંતાન ન હતું.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ૫૭ વર્ષની ઉંમરે સાતમી વખત પિતા બન્યા છે. તેમની પત્ની કેરી જ્હોનસને ગુરુવારે પુત્રીને જન્મ આપ્યો છે. મા અને દીકરી બંને સ્વસ્થ છે. તેમના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે બ્રિટનના વડાપ્રધાનના પત્નીએ લંડન હોસ્પિટલમાં ગુરુવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે. બંનેએ નેશનલ હેલ્થ સર્વિસની ટીમનો દેખભાળ અને સહકાર માટે આભાર માન્યો છે. આ વર્ષની શરૂઆતમાં કેરી જ્હોન્સન (૩૩)નો ગર્ભપાત થઈ ગયો હતો. તેમણે જુલાઈમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી આ વાતની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં કેરીએ કહ્યું હતું કે વર્ષની શરૂઆતમાં મારો ગર્ભપાત થઈ ગયો હતો જેથી હું બહુ દુઃખી હતી. પરંતુ હવે મને ફરીથી ગર્ભવતી બનીને સારું લાગે છે અને ક્રિસમસ સુધીમાં અમને એક રેઇન્બો બેબી થવાની આશા છે. રેઇન્બો બેબી એ બાળકની કસુવાવડ, મૃત જન્મ અથવા નવજાત જન્મે ગુમાવેલા બાળક પછી આવનારા બાળકના સંદર્ભમાં વપરાય છે. આ શબ્દ તોફાન પછી થનારી કંઈક સુંદર વસ્તુ માટે બનાવવામાં આવ્યો હતો.
