બ્રિટન
બર્મિંગહામ એજબેસ્ટન સાંસદે સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કર્યા પછી ટિ્વટને ડીલીટ કરી નાખ્યું હતું. ત્યાર બાદ તેમણે પૂજા સ્થાનો વિશે વધુ સામાન્ય ટિપ્પણી કરી. પોતાના બીજા ટ્વીટમાં તેણે કહ્યું, ‘કોઈ પણ પૂજા સ્થળ કે સમુદાયને આ રીતે નિશાન બનાવવું જાેઈએ નહીં. હરમંદિર સાહિબમાંથી ભયાનક દ્રશ્યો જાેવા મળ્યા છે.’ અમૃતસરની સ્થાનિક પોલીસનું કહેવું છે કે જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.બ્રિટનની પ્રથમ શીખ મહિલા સાંસદ પ્રીત કૌર ગિલને અમૃતસરના સુવર્ણ મંદિરમાં માર મારીને મારી નાખવામાં આવેલા એક વ્યક્તિ અંગે કરવામાં આવેલા ટિ્વટને લઈને સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ટ્વીટમાં ગિલે સુવર્ણ મંદિરમાં આ વ્યક્તિની હત્યા પાછળ એક ‘હિંદુ આતંકવાદી’નો હાથ હોવા તરફ ઈશારો કર્યો હતો. શનિવારના રોજ ‘અપવિત્ર’ કરવા માટે કથિત રીતે માર મારવામાં આવેલો આ વ્યક્તિ અંદરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો જ્યાં ગુરુ ગ્રંથ સાહિબ રાખવામાં આવ્યો હતો. ત્યાં હાજર લોકોએ તરત જ તે વ્યક્તિને પકડી લીધો અને પછી તેને કથિત રીતે માર મારવામાં આવતા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બ્રિટિશ ઇમિગ્રેશન વકીલ હરજાપ ભંગાલના શનિવારે સુવર્ણ મંદિરમાં કથિત તોડફોડના વિડિયોનો જવાબ આપતા, લેબર સાંસદ ગિલ તેમના સંદેશ સાથે સંમત થયા હતા કે તે સ્પષ્ટપણે એક આતંકવાદી ઘટના હતી.ભારતના હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતના હાઈ કમિશન બ્રિટિશ સંસદના સભ્ય દ્વારા ભારતમાં કરાયેલા અપરાધ વિશેની જાહેર ટિપ્પણીને ભારતીય કાયદા અમલીકરણ સત્તામંડળ દ્વારા પૂછપરછ અથવા ટિપ્પણી અથવા જાહેરાત પહેલાં સ્પષ્ટપણે અસ્વીકાર કર્યો છે.” પ્રવક્તાએ કહ્યું, “ભારતીય હાઈ કમિશન ચિંતિત છે કે વિદેશી સાંસદની આવી ટિપ્પણી બ્રિટિશ ભારતીય સમુદાયમાં આંતર-સાંપ્રદાયિક સંબંધ અને શાંતિને અસર કરી શકે છે.” ગિલે જે ટ્વીટમાં ટીકા બાદ ડીલીટ કરી દીધું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, “હિંદુ આતંકવાદીએ ગોલ્ડન ટેમ્પલમાં શીખો વિરુદ્ધ હિંસાનું કૃત્ય કરવાનું બંધ કર્યું છે.” લંડનમાં ભારતના હાઈ કમિશને પણ આ ટિ્વટની નિંદા કરી હતી.
