બ્રિટન
નવા પ્રકારો સામે રક્ષણ આપવા માટે રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કોઈપણ વિલંબ કર્યા વિના તમારો પ્રથમ, બીજાે અને બૂસ્ટર ડોઝ મેળવો. જાે કે, એજન્સીએ કહ્યું કે, આ વેક્સિન પર કેટલી અસર થઈ રહી છે તે જાણવા માટે હજુ બહુ ઓછો ડેટા ઉપલબ્ધ છે. ઉપરાંત ફરીથી ચેપ લાગવાની શક્યતા શોધી શકાય છે. જાે કે, દક્ષિણ આફ્રિકા અને યુકેમાં અગાઉના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ચેપ સામેની કેટલીક પ્રતિરક્ષા ઘટી છે. આનાથી સંબંધિત અભ્યાસના પ્રારંભિક ડેટા પરથી એ વાત સામે આવી છે કે આ નવા વેરિઅન્ટથી અગાઉના વેવની સરખામણીમાં કેટલીક ઓછી બીમારીઓ થઈ શકે છે. જાે કે, કેટલાક નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ ચેપ ફેલાવે છે. જાે કે, અત્યાર સુધીના ડેટા મુજબ દર્દીઓમાં બહુ ઓછા લક્ષણો જાેવા મળી રહ્યા છે. પરંતુ આ ઓમિક્રોન વિશે બેદરકાર રહેવાનું કારણ નથી.દુનિયામાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટના કારણે વિશ્વમાં ચિંતાનો માહોલ છે. બ્રિટનમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં ઓમિક્રોનના કેસ એક દિવસમાં લગભગ બમણા થઈ ગયા છે. બ્રિટનમાં વેરિઅન્ટના કુલ ૮૧૭ કેસ નોંધાયા છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ કહ્યું છે કે જાે કોરોના કેસનો વિકાસ દર અને બમણા થવાનો સમય અગાઉના બે અઠવાડિયા જેટલો જ રહેશે તો આગામી બે કે ચાર અઠવાડિયામાં ૫૦% કોરોના કેસ ઓમિક્રોનના કારણે થશે. અગાઉ બ્રિટનના પીએમ બોરિસ જાેન્સને કહ્યું હતું કે ઓમિક્રોનનો ડૅબલિંગ રેટ બે કે ત્રણ દિવસનો હોઈ શકે છે. આ સાથે તેમણે દરેક માટે માસ્ક ફરજિયાત બનાવ્યા હતા. આ ઉપરાંત, ઘરે અને સ્થળથી કામ પર પ્રવેશ માટે પણ કોરોના રસી પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આરોગ્ય સુરક્ષા એજન્સીના મુખ્ય તબીબી સલાહકાર સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે ઓમિક્રોન અત્યંત ચેપી છે તેવા પુરાવા ઝડપથી વધી રહ્યા છે. આ સિવાય એ વાત પણ સામે આવી છે કે વેરિયન્ટના કારણે રસીના ડોઝ અને કુદરતી રોગપ્રતિકારક શક્તિ બંનેમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તે અનિવાર્ય બની ગયું છે કે આપણે બધાએ તે બધું કરવું જાેઈએ જે ચેપની સાંકળને તોડી શકે અને નવા પ્રકારોનો ફેલાવો ઘટાડી શકે.


