વોશિંગ્ટન
રાજકોષીય દ્રષ્ટિકોણથી જાેખમ વધી ગયું છે. વેક્સિનના ઉત્પાદન અને વિતરણમાં વૃદ્ધિ, ખાસ કરીને ઉભરતા બજારો ઓછી આવકવાળા વિકાસશીલ દેશો માટે વૈશ્વિક અર્થતંત્રમાં આ પ્રકારની મુશ્કેલીઓ નુકસાનકારક છે. બીજી તરફ વાઇરસના નવા સ્વરૂપ, અનેક દેશોમાં રસીકરણનું ઓછું પ્રમાણ અને કેટલાક લોકો દ્વારા રસીકરણની સ્વીકૃતિમાં વિલંબને કારણે નવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને જાહેર બજેટ ઉપર પણ અસર પડી શકે છે. કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ દેવાના બોજનો સામનો કરી રહ્યું છે. જેના કારણે વૈશ્વિક દેવામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)એ જણાવ્યું હતું કે વૈશ્વિક દેવું વધીને ૨૨૬ લાખ કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે. વર્ષ ૨૦૨૧માં ભારતનું દેવું વધીને ૯૦.૬ ટકા થવાનો અંદાજ છે. વૈશ્વિક દેવાંની ભરપાઇ કરવામાં ચીનનો ફાળો ૯૦ ટકા છે અને અન્ય ઉભરતા અર્થતંત્રો અને ઓછી આવકવાળા વિકાસશીલ દેશોએ સાત ટકા ફાળો આપ્યો છે. આઇએમએફના જણાવ્યા અનુસાર સરકારો, પરિવારો અને બિન નાણાકીય નિગમોનું દેવું ૨૦૨૦માં વધીને ૨૨૬ લાખ કરોડ ડોલર થઇ ગયું છે. જે ૨૦૧૯માં ૨૭ લાખ કરોડ ડોલર હતું. આ વધારો અત્યાર સુધીનો વિક્રમજનક વધારો છે. આ આંકડામાં પબ્લિક અને નોન ફાઇનાન્સિયલ પ્રાઇવેટ સેક્ટરના દેવાનો પણ સમાવેશ થાય છે. આઇએમએફએ પોતાના ફિસ્કલ મોનિટર રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૬માં ભારતનું દેવું જીડીપીના ૬૮.૯ ટકા હતું. જે વધીને ૨૦૨૦માં વધીને ૮૯.૬ ટકા થઇ ગયું છે. તે ૨૦૨૧માં વધીને ૯૦.૬ ટકા થવાનો અંદાજ છે. જાે કે આઇએમએફના અંદાજ મુજબ ૨૦૨૨માં ભારતનું દેવું ઘટીને ૮૮.૮ ટકા અને ૨૦૨૬માં ઘટીને જીડીપીના ૮૫.૨ ટકા થવાની સંભાવના છે.