દુબઈ
વર્તમાન ્૨૦ વર્લ્ડ કપમાં, સુપર-૧૨ રાઉન્ડમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડ સામે થયો હતો. આવી સ્થિતિમાં જૂના ટ્રેન્ડ પર નજર કરીએ તો ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીતની સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે ફરી એકવાર કાંગારૂ ખિતાબી મુકાબલામાં કીવી ટીમને હરાવીને ટાઈટલ જીતી શકે છે.ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ ની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ હતી. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો નવો ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના રુપમાં મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ્૨૦ ટાઈટલ જીત્યું છે. ટીમે પાંચ વખત ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ અને બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ આંકડા અનુસાર, ૨૦૦૭ અને ૨૦૧૬ વચ્ચે જે પણ ટીમે ્૨૦ વર્લ્ડ કપ નો ખિતાબ જીત્યો હતો, તે નોકઆઉટ રાઉન્ડ પહેલા ટીમ ઈન્ડિયા સાથે ટકરાયો નહોતો. ૨૦૦૭માં આયોજિત પ્રથમ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો નોકઆઉટ રાઉન્ડ પહેલા સ્કોટલેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સામનો થયો હતો. ભારતે ગ્રૂપ રાઉન્ડની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને અંતે તેને હરાવીને ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું. આ પછી, ૨૦૦૯ માં આયોજિત બીજી આવૃત્તિમાં, ભારતીય ટીમનો ગ્રુપ રાઉન્ડમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સામનો થયો હતો. આ પછી અંતે બીજા ગ્રુપમાં રહેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની હતી. ૨૦૧૦માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલી ત્રીજી આવૃત્તિમાં પણ આવું જ થયું હતું. ભારતીય ટીમ નોકઆઉટ રાઉન્ડ પહેલા અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સાથે ટકરાઈ હતી અને ફાઈનલમાં ભારતના ગ્રુપમાં રહેલી ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સામે ફાઇનલમાં હારી ગઈ હતી. ૨૦૧૨માં શ્રીલંકામાં આયોજિત ્૨૦ વર્લ્ડ કપની ચોથી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયાએ નોકઆઉટ રાઉન્ડ પહેલા અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાનો સામનો કર્યો હતો. પરંતુ અંતે ટાઈટલ જીત બીજા ગ્રૂપમાં સમાવિષ્ટ વેસ્ટ ઈન્ડિઝના ફાળે ગઈ. આ સિલસિલો વર્ષ ૨૦૧૪માં પણ ચાલુ રહ્યો જ્યારે બાંગ્લાદેશે તેનું આયોજન કર્યું હતું. ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે. પરંતુ અંતે ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રીલંકા પ્રથમ વખત ્૨૦ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ૨૦૧૬ માં ભારત દ્વારા આયોજિત છઠ્ઠા ્૨૦ વર્લ્ડ કપમાં, નોકઆઉટ રાઉન્ડ પહેલા, ભારતીય ટીમનો સામનો ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો સામે થયો હતો, પરંતુ અંતે વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો.


