ભૂટાન
ભારત અને ભૂટાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે. આમાંથી ૧૦૨૦ મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે. હકીકતમાં, ભૂટાન સરકારે ઁસ્ મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ભૂટાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભૂટાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની બિનશરતી મિત્રતા, ભૂટાન માટે તેમના સમર્થન અને ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન મદદ કરવા બદલ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો ર્નિણય લીધો છે. આગળ લખ્યું છે કે ભૂટાનના દરેક નાગરિક તેને આ માટે અભિનંદન પાઠવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પીએમ મોદીને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.ભૂટાન સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નાગદાગ પેલજી ખોર્લો એનાયત કરવાનો ર્નિણય લીધો છે. આ જાણકારી ભૂટાનના પીએમ લોટે શેરિંગે આપી છે. શેરિંગે કહ્યું છે કે પીએમ મોદીએ વર્ષોથી બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ખૂબ મદદ કરી છે. શેરિંગે કહ્યું કે તેમણે પીએમ મોદીને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જાેયા છે.