ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયાના બાંગકા બેલિતુંગમાં કેટલાક માછીમારો માછલી પકડવા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. તરત જ તેણે દરિયામાં જાળ ફેંકી, પરંતુ જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો બધા દંગ રહી ગયા. આ જાળમાં માછલીઓ ફસાઈ ન હતી, પરંતુ કેટલાક બોક્સ જાળમાં ફસાઈ ગયા હતા. તેમણે આ બોક્સ ખોલવાનું શરૂ કર્યું. તેમાં ઘણા બોક્સ હતા, જેના પર એપલનો લોગો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે બોક્સ ખાલી હશે, પરંતુ જ્યારે તેણે તેને ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા.
કહેવાય છે કે જાે વ્યક્તિનું નસીબ સાથ આપે છે તો તે પળવારમાં ધનવાન બની જાય છે. તેના અનેક ઉદાહરણો આપણે જાેતા રહીએ છીએ. કોઈને લોટરી લાગી તો કોઈને જેકપોટ. તાજેતરના દિવસોમાં, ઇન્ડોનેશિયાથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માછીમાર લાંબા સમય સુધી માછલી પકડતો હતો અને તેનાથી જ તેના ઘરનો ખર્ચ નીકળતો હતો. જીવનમાં આર્થિક સમસ્યાથી પરેશાન થઈ તેમણે રોજની જેમ જ એક દિવસ સમુદ્ર તરફ હોડી લીધી, પરંતુ તે દિવસે તેનું નસીબ ચમકી ગયું. આ પછી માછીમારે આ ઘટનાનો વીડિયો ટિકટોક પર શેર કર્યો. ફોટો શેર કરતી વખતે માછીમારે લખ્યું, ‘આ રીતે બદલાઈ છે નસીબ.’ જેને પણ આ ઘટનાની જાણ થઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેમનો વીડિયો જાેયા બાદ કેટલાક લોકોએ કહ્યું કે બોક્સમાં રાખેલી પ્રોડક્ટ પાણીના કારણે બગડી ગઈ છે ?, માછીમારે કહ્યું કે બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓ પાણીને કારણે બગડી નથી. બોક્સની અંદર પાણી નથી. પેકિંગ એટલી સારી રીતે કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વસ્તુને નુકસાન થયું નથી.
