દુબઈ
લંડન સ્ટુડિયોમાં ૨૦ કલાકારોની ટીમે છ મહિના સુધી મહેનત કર્યા પછી દુબઈના મેડમ તુસોના મ્યુઝિયમના આ પૂતળા તૈયાર થયા હતા. તેમા વેક્સને લોખંડની ફ્રેમોમાં ભરવામાં આવ્યું છે. તેના પછી તેમા માટી ઉમેરાઈ છે. દરેક પૂતળુ જાેતા એમ જ લાગે કે આ સેલિબ્રિટી ખરેખર અહીં ઊભી છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન તેમના અબુધાબી સાથે ગાઢ સંબંધો રહ્યા હતા. તેમણે આરબ વિસ્તારમાં ટ્રમ્પની નીતિઓને આવકારી હતી, તેમા ઇરાન સામેના આકરા વલણનો સમાવેશ થાય છે. અહીં મ્યુઝિયમ બનાવતા પહેલા મેડમ તુસોની ટીમે વ્યાપક સરવે કર્યો હતો.યુનાઇટેડ આરબ અમીરાતના હંમેશા ટ્રમ્પના શાસન સાથે સારા સંબંધ રહ્યા છે. ટ્રમ્પ સાથેના તેમના આ સારા સંબંધો ફરીથી પ્રકાશમાં આવ્યા છે, પરંતુ તે બીજા કારણસર પ્રકાશમાં આવ્યા છે. મેડમ તુસોના વેક્સ મ્યુઝિયમની સૌપ્રથમ બ્રાન્ચ મધ્યપૂર્વમાં ખૂલી છે. આ બ્રાન્ચનું વિશેષ આકર્ષણ ટ્રમ્પનું વેક્સ સ્ટેચ્યુ છે. ટ્રમ્પ ગયા વર્ષે ચૂંટણી હાર્યા પછી લો પ્રોફાઇલ થઈ ગયા છે, પરંતુ તેમનું અને તેમની પત્ની મેલનિયાનું વેક્સ વર્ઝન ધૂમ મચાવી રહ્યું છે. દુબઈના નવા મેડમ તુસો મ્યુઝિયમમાં બંનેના વેક્સના પૂતળા વિશેષ આકર્ષણ જગાવી રહ્યા છે. ટુરિસ્ટ ફ્રેન્ડલી વેક્સ સ્ટેચ્યુ મ્યુઝિયમ સેલિબ્રિટીઓના વેક્સના પૂતળા બનાવવા માટે જાણીતું છે. તેણે દુબઈમાં બુધવારે પોતાની પહેલી બ્રાન્ચ શરૂ કરી હતી. દુબઈના કૃત્રિમ ટાપુ પર આવેલા આ મ્યુઝિયમમાં ૬૦ સેલિબ્રિટીઓના પૂતળા છે. તેમા કાયલી જેનરથી લઈને ચીનના પ્રમુખ જિનપિંગ સુદ્ધાના પૂતળા છે. તેની સાથે બોલિવૂડના કેટલાક ડાન્સ સ્ટારના વિવિધ ડાન્સ પોઝમાં ફોટા છે. ટ્રમ્પના પૂતળામાં તેમની આગવી વિશેષતા સમાન લાલ ટાઇ છે. તે ડેસ્ક પર બેઠેલા છે અને સ્માર્ટફોનમાં જાેઈ રહ્યા છે. બાજુમાં લેડી મેલનિયા કોબાલ્ટ બ્લુ ડ્રેસમાં છે. ૨૦૧૬ના પ્રેસિડેન્સિયલ કેમ્પેઇનનો ક્લાસિક લૂક છે. તે એકદમ વાસ્તવિક લાગે છે.


