શેનયાંગ
ચીનનો વીજ વપરાશ લગભગ બમણો થઈ ગયો છે, જ્યારે શાસક સામ્યવાદી પક્ષ ઊર્જા વપરાશમાં ઘટાડો કરવા માંગે છે. આ વીજકાપ તે સમયે કરવામાં આવ્યો છે જ્યારે વિશ્વના નેતાઓ કુમિંગના દક્ષિણપશ્ચિમી શહેરમાં ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ યુએન એન્વાયર્નમેન્ટ વિડીયો કોન્ફરન્સ કરવાના છે. આ બતાવે છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર પર પ્રદૂષણમાં ઘટાડો કરવાનું અને ઊર્જા કાર્યક્ષમતાના લક્ષ્યાંકો સર કરવાનું કેટલું દબાણ છે.યુએનની પર્યાવરણ પરિષદની બેઠક ૧૨ અને ૧૩મી ઓક્ટોબરે યોજાવવાની છે ત્યારે દરેક દેશ દ્વારા પ્રદૂષણ નિયંત્રણના મોરચે તેણે નિયત કરેલા લક્ષ્યાંકો કેટલા સિદ્ધ કરવામાં આવ્યા તેનું પણ રિપોર્ટિંગ થવાનું છે. તેથી પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવાની દિશામાં ચીને પોતે ગંભીર છે તેવું બતાવવા માટે સમગ્ર દેશમાં અભુતપૂર્વ વીજ કાપ લાદી દીધો છે. ચીનના મોટાભાગના પ્રાંતો પ્રદૂષણ માટે નિયત કરેલા લક્ષ્યાંકોને સર કરવામાં નિષ્ફળ જતાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર વધેલા આંતરરાષ્ટ્રીય દબાણના પગલે તેમને આ પ્રકારનું પગલું લેવાની ફરજ પડી હોવાનું કહેવાય છે. ચીનમાં લાદવામાં આવેલા આ વીજકાપની અભૂતપૂર્વ ઘટનાના લીધે લોકોએ સ્માર્ટફોનની લાઇટના આધારે બ્રેકફાસ્ટ કર્યો હતો. દુકાનદારોએ તેમની દુકાનના જનરેટર ચાલુ કરી દીધા હતા. ચીનમાં કેટલાક વિસ્તારોમાં વીજ અછત દૂર કરવા અને સત્તાવાર કન્ઝર્વેશન ટાર્ગેટ્સને પહોંચી વળવા માટે વીજ કાપ લાદવામાંઆવ્યો હતો. અખબારી અહેવાલોનો દાવો છે કે કોલસાના ઊંચા ભાવના લીધે વધતી જતી માંગને પહોંચી વળવા કંપનીઓ ખચકાતી હોવાના લીધે આ વીજ કાપ જાેવા મળ્યો છે. જ્યારે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે તેની પાછળનો હેતુ રાજકીય છે. અધિકારીઓ ઊર્જા વપરાશમાં કાપ મૂકવા માટે કરવામાં આવેલા નિયત લક્ષ્યાંકને પહોંચી વળવા માટે દબાણ હેઠળ છે. ઉત્તરપૂર્વના ગીચ વસ્તીવાળા શહેર શેનયાંગના રેસ્ટોરા માલિક લી યુફેંગે સવારના સાડા સાત વાગ્યાના વીજ કાપની નોટિસ જાેયા પછી નૂડલ્સ બનાવવા માટે ઇલેક્ટ્રિક બાઇસિકલની બેટરીનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે રેસ્ટોરાના ગ્રાહકો પણ સ્માર્ટફોનની લાઇટ પર જમ્યા હતા. ચીનના અત્યંત વ્યસ્ત મેન્યુફેક્ચરિંગ પ્રાંતની ફેક્ટરીઓને એક સપ્તાહ સુધી તેમનું ઉત્પાદન સસ્પેન્ડ કરવા કહેવાયું હતું. તેના લીધે વિશ્વસ્તરે સ્માર્ટફોનનો પુરવઠો અને અન્ય માલસામગ્રીનો પુરવઠો રુંધાય તેવી સંભાવના છે. શહેરી વિસ્તારોમાં તો રીતસરનો બ્લેકઆઉટ હતો. તેના લીધે સોશિયલ મીડિયા પર સરકારને આ મુશ્કેલીનો અંત લાવવા માટે વિનંતીઓનો મારો ચાલ્યો હતો.