International

યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં યુરોઝોનમાં ફુગાવો

બ્રસેલ્સ
વિશ્વના અન્ય દેશોની જેમ જ ફ્રાન્સ અને જર્મની સહિતના યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં કોરોના મહામારીમાંથી થઇ રહેલી રિકવરી અને સપ્લાય ચેઇનમાં બ્લોકેજને કારણે ફુગાવો વધી રહ્યો છે. નવેમ્બરમાં આલ્કોહોલ, એનર્જી, ફૂડ અને તમાકુનો વાર્ષિક ભાવ ૨ ટકાથી વધીને ૨.૬ ટકા થઇ ગયો છે. તાજેતરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદ્ભવ પછી વૈશ્વિક અર્થતંત્રની રિકવરી પર અનિશ્ચિતતાના વાદળો છવાઇ ગયા છે. જેના કારણે વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા નાણાકીય નીતિમાં કોઇ મોટા ફેરફાર કરવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જાે કે કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓમાં ફુગાવામાં જાેવા મળેલો વધારો આગામી વર્ષે ઘટી જશે કારણક ચાલુ વર્ષે બેઇઝ વર્ષ તરીકે ગયા વર્ષને લેવામાં આવ્યો હતો અને ગયા વર્ષે કોરોના મહામારીને કારણે વસ્તુઓના ભાવ ખૂબ જ ઘટી ગયા હતાં.યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં ફુગાવો વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે તેમ સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. યુરોપિયન યુનિયનની સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર નવેમ્બરમા યુરોઝોનનો વાર્ષિક ફુગાવાનો દર વધીને ૪.૯ ટકા થઇ ગયો છેે. જે ૧૯૯૭ પછીનો સૌથી વધુ છે. ૧૯૯૯માં યુરોની શરૃઆત થઇ તે પહેલા યુરોઝોનના વાર્ષિક ફુગાવાના આંકડા જાહેર કરવાની શરૃઆત થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇંધણના ભાવ વધવાને કારણે નવેમ્બરમાં ફુગાવો વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. ઓક્ટોબરમાં યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોનો ફુગાવો ૪.૧ ટકા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *