સાના
૨૦૧૪માં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનું જાેડાણ માર્ચ ૨૦૧૫માં યુદ્ધમાં પ્રવેશ્યું હતું. અવિરત હવાઈ હુમલા અને જમીન પર ચાલતા યુદ્ધ છતાં પણ આ યુદ્ધ એક મડાગાંઠમાં પરિવર્તીત થઈ ગયું છે અને તે વિશ્વની સૌથી મોટી માનવતાવાદી કટોકટીના રૂપાંતર પામ્યુ છે. હુથીએ વર્ષોથી ઓઇલ સમૃદ્ધ પ્રાંત મારિબનેતેના તાબા હેઠળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે અડધા યેમેન પર તેનો અંકુશ છે. તાજેતરના મહિનાઓમાં તેણે આક્રમણ વેગીલું બનાવ્યું છે. મારીબમાં ચાલતી આ લડતના લીધે બંને પક્ષે મોટી ખાનાખરાબી થઈ હોવાના અહેવાલ છે.યેમેનના સરકારી દળો અને દેશના હુથી બળવાખોરો વચ્ચે મધ્ય પ્રાંત મારીબમાં સંઘર્ષ વધારે તીવ્ર બન્યો છે અને આ સપ્તાહે કમસેકમ ૧૪૦ બળવાખોરોના મોત નીપજ્યા હોવાનું મનાય છે, એમ કબીલાના આગેવાનો અને સુરક્ષા દળોએ જણાવ્યું હતું. અબદિયા અને અલ-જુબાહ જિલ્લાના મોટાપાયા પર સરકારી અંકુશ ધરાવતા દક્ષિણના પ્રાંત પર સરકારી દળો અને હુથી બળવાખોરો વચ્ચેનો સંઘર્ષ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધારે તીવ્ર બન્યો છે. બળવાખોરોએ ગયા સપ્તાહે હદ વટાવતા સરકારી દળોએ વળતુ આક્રમણ કરવાના પગલે આ સંઘર્ષ તીવ્ર બન્યો હોવાનું અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. યેમેનમાં ૨૦૧૪થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તે સમયે હુથીબળવાખોરોએ રાજધાની સાનાને કબ્જે કકરી લીધી હતી જે દેશના ઉત્તર ભાગમાં આવેલું છે. તેના પચી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને દક્ષિણે સાઉદી અરેબિયાના સરહદ તરફ જવાની ફરજ પડી હતી.