International

યોકોવિચને સિઝનના ૬ ટાઈટલની તલાસ

ટુરિન
યોકોવિચ એટીપી ફાઈનલ્સમાં તેનું પાંચમું અને આખરી ટાઈટલ વર્ષ ૨૦૧૫માં જીત્યો હતો. જે પછી છેલ્લા ચાર વર્ષમાં તે એકમાત્ર ૨૦૧૮ની ટુર્નામેન્ટમાં ફાઈનલમાં પ્રવેશ્યો હતો. જ્યાં તેને ઝ્‌વેરેવે હરાવ્યો હતો. ૨૦૧૭માં ડિમિટ્રોવ, ૨૦૧૯માં સિત્સિપાસ એ ૨૦૨૦માં મેડ્‌વેડેવ એટીપી ફાઈનલ્સ જીતી ચૂક્યા છે. યોકોવિચને આ વખતે નવી શરૃઆતની આશા છે. જાેકે તેના ગૂ્રપમાં સિત્સિપાસની સાથે રૃબ્લોવ અને કાસ્પર રૃડ સામેલ છે. પોલેન્ડનો હુર્કાઝ અને નોર્વેનો રૃડ કારકિર્દીમાં પહેલી વખત એટીપી ફાઈનલ્સ રમી રહ્યા છે. ફેડરર-નડાલ અને થિયમ ફિટનેસની સમસ્યાના કારણે સિઝનની આખરી ટુર્નામેન્ટમાં રમી રહ્યા નથી. નોંધપાત્ર છે કે, છેલ્લા બે વર્ષથી એટીપી ફાઈનલ્સમાં થિયમ રનર્સઅપ રહ્યો હતો. કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને ઓલ્ટરનેટ પ્લેયર તરીકે ઈટાલીના સિનર અને બ્રિટનના નોરીને પસંદ કરવામાં આવ્યા છે.મેન્સ ટેનિસ ટુરની સિઝનની આખરી અને એલિટ ટુર્નામેન્ટ – એટીપી ફાઈનલ્સનો આવતીકાલથી ઈટાલીના ટુરિનમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. વર્લ્‌ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને સિઝનની આખરી ટુર્નામેન્ટમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાની આશા છે. જાેકે તેની રાહ આસાન નથી. તેના ગૂ્રપમાં ગ્રીસનો પ્રતિભાશાળી ખેલાડી સિત્સિપાસ સામેલ છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રશિયન ખેલાડી મેડ્‌વેડેવ અને ઝ્‌વેરેવને એક જ ગૂ્રપમાં સ્થાન મળ્યું છે. યોકોવિચ ચાલુ સિઝનમાં પાંચ ટુર્નામેન્ટ જીતી ચૂક્યો છે અને તેને સિઝનના છઠ્ઠા ટાઈટલની તલાશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *