International

રશિયાના ફિલ્મની ક્રૂ ટીમ અંતરિક્ષમાં ગઈ સ્પેસમાં ફિલ્મ બનાવનાર પ્રથમ દેશ

મોસ્કો
પેરેસ્લિડ અને ક્લિમેન્કોની નવી ફિલ્મનું ટાઇટલ ચેલેન્જ છે. તેમા પેરેસ્લિડ સર્જનની ભૂમિકા છે. તે સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવતા તેને બચાવવા જાય છે. બાર દિવસ સ્પેસમાં વીતાવ્યા પછી તેઓ પૃથ્વી પર બીજા રસિયન અવકાશયાત્રીસાથે પરત ફરવાના છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આ મિશનના લીધે રશિયાની અંતરિક્ષ ક્ષેત્રની મહારથ સમગ્ર વિશ્વને દેખાશે.અમે વિશ્વમાં સ્પેસ ક્ષેત્રે અગ્રણી છીે અને અમને વિશ્વાસ છે કે અમે આ સ્થાન જાળવી રાખી શકીશું. વર્તમાન મિશન અમારી સિદ્ધિઓની જાહેરાત કરવામાં મદદ મળશે અને અમારા દેશમાં પણ સ્પેસ એક્સ્લોરેશનને વેગ મળશે. ફ્લાઇટ પૂર્વેની પત્રકાર પરિષદમાં ૩૭ વર્ષીય પેરેસ્લિડે જણાવ્યું હતું કે તેના માટે આટલી ચુસ્ત શિસ્તમાં રહેવું અને આટલી જબરજસ્ત તાલીમ મેળવવી તે અત્યંત કપરો અનુભવ હતો. આ અનુભવ મનોવૈજ્ઞાાનિક રીતે, શારીરિક રીતે અને નૈતિક રીતે એકદમ આકરો હતો. હું હું વિચારું છું કે એક વખત અમે અમારુ ધ્યેય સિદ્ધ કરીશું તો પછી આ બાબત હાલમાં લાગે છે તેટલી મુશ્કેલ નહી લાગે અને અમે તેને સ્મિત સાથે યાદ કરીશું. ૩૮ વર્ષીય શિપેન્કો કેટલીક કોમર્સિયલ સફળ ફિલ્મ ોબનાવી ચૂક્યા છે. તેમણે પણ જણાવ્યું હતું કે આ પ્રકારની ફ્લાઇટ માટે ચાર મહિનાની તાલીમ અત્યંત આકરી હતી. રશિયાની સરકારી ટીવી ચેનલે પણ આ ફિલ્મના કલાકારો ફિલ્મ માટે સ્પેસમાં જવા કયા પ્રકારની તાલીમ લઈ રહ્યા છે તેનું પ્રસારણ કર્યુ હતુ.રશિયા સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો સૌપ્રથમ દેશ બનશે. રશિયન અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર મંગળવારે સૌપ્રથમ સ્પેસ શૂટિંગ માટે અવકાશમાં પહોંચી ગયા છે. આ પ્રોજેક્ટના લીધે રાષ્ટ્રની સ્પેસની ગૌરવગાથા આગળ વધારવામાં મદદ મળશે. અભિનેતા યુલિયા પેરેસ્લિડ અને ડિરેક્ટર ક્લિમ શિપેન્કો રશિયાના સોયુઝ સ્પેસક્રાફ્ટમાં ત્રણ સ્પેસ મિશનનો અનુભવ ધરાવતા અવકાશ યાત્રી એન્ટોન શકાપ્લેરોવ સાથે ગયા હતા. સોયુઝ એમેસ-૧૯એ બપોરે ૧-૫૫ વાગે કઝાખસ્તાનમમાં બૈકોનુર ખાતેથી ઉપડયા હતા અને સાડા ત્રણ કલાક પછી સ્પેસ સ્ટેશને પહોંચ્યુ હતું. શાકપ્લેરોવે મેન્યુઅલ કંટ્રોલ્સ દ્વારા સ્પેસ ક્રાફ્ટને સરળતાથી સ્પેસ આઉટપોસ્ટ સાથે જાેડયુ હતુ, તેના પછી તે ઓટોમેટિક ડોકિંગ સિસ્ટમના હવાલે થઈ ગયું હતું. સ્પેસ ક્રાફ્ટનની અંદર ત્રણેય જણાની સ્થિતિ સારી છે અને સ્પેસક્રાફ્ટ સિસ્ટમ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

Rusia-Film-Shoot-in-Space.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *