International

રશિયા, બ્રિટન અને ચીનમાં કોરોનાના કેસ વધ્યાં

લંડન ,
રશિયામાં કોરોનાથી મરનારની સંખ્યા વધી રહીં છે. નવેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં મોસ્કોમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારની સંખ્યા ટોચ પર પહોંચી જશે. કોરોનાના વધી રહેલા કેસને પગલે વ્લાદિમીર પુતિને ૩૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી મોસ્કોમાં એક અઠવાડિયાનું પેડ હોલીડની જાહેરાત કરી છે. ૩૧મી ઓક્ટોબરના રોજ ૩૧,૯૩૧ નવા કેસ સામે આવ્યાં જ્યારે અઠવાડિયાના સરેરાશ ૩૭,૮૫૫ કેસ નોંધાયા. સિંગાપુરમાં ગુરૂવારના રોજ કોરોનાના ૩,૪૩૯ નવા કેસ સામે આવ્યાં હતા. અત્યારે હોસ્પિટલમાં ૧૬૧૩ દર્દી સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી ૩૪૬ની હાલત ગંભીર છે. ચીનમાં પણ વાઇરસને પગલે અધિકારીઓએ શાળાને બંધ કરવાનો તેમજ હજારો ફ્લાઇટને રદ કરવાનો ર્નિણય લીધો છે. કેસ વધતા ચીનમાં મોટાપાયે ટેસ્ટિંગ પણ શરૂ કરૂ દેવામાં આવ્યું છે.બે વર્ષ પહેલા શરૂ થયેલો કોરોના વાઇરસનો કહેર ફરી દુનિયાના ઘણા દેશને ધમરોળવાનું શરૂ કરી દીધું છે. રશિયા, બ્રિટન, ચીન, સિંગાપુર, યુક્રેન અને પૂર્વ યુરોપના દેશો સહિત ઘણા દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોનાના સૌથી વધારે કેસ બ્રિટન અને રશિયામાં સામે આવ્યાં છે. બ્રિટનમાં ૧૭ જુલાઇ બાદ પહેલીવાર ૫૦,૦૦૦થી વધારે કેસ સામે આવ્યાં છે. યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સીની તાજેતરની રિપોર્ટ અનુસાર બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટ ઘાસ સાબિત થયો છે પરંતુ હવે ડેલ્ટાની સાથે જે લાઇનેજ છરૂ.૪.૨ના કેસના ઝડપથી વધી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *