International

રાજસ્થાન સરહદે પાક. સૈન્ય વડા બાજવાની હાજરીમાં પાકિસ્તાનનો યુદ્ધાભ્યાસ

ઇસ્લામાબાદ
પાક. સૈન્યની મેકેનાઇઝ્‌ડ ડિવીઝનના આર્મી ચીફ જનરલ બાજવા સામે અનેક પ્રકારના કરતબો દેખાડયા હતા. પાક. સૈન્યની પ્રોપેગંડા વિંગ ઇંટર-સર્વિસિઝ પબ્લિક રિલેશંસે જણાવ્યું હતું કે મેકેનાઇઝ્‌ડ સૈન્યએ આક્રામક યુદ્ધાભ્યાસ સહિતની ટેંકોના અનેક પર્ફોર્મંશનું પ્રદર્શન કર્યું હતું.એક તરફ ચીન સરહદે તંગદીલી છે ત્યારે રાજસૃથાન સરહદે પાકિસ્તાન તરફ પાક. સૈન્ય યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસને જાેવા માટે પાક. સૈન્યના વડા જનરલ બાજવા પહોંચ્યા હતા. આ યુદ્ધાભ્યાસમાં પાક. સૈન્ય તોપમારો કરી રહ્યું છે. આ પ્રકારનો યુદ્ધાભ્યાસ પાકિસ્તાન સૈન્ય કાશ્મીર સરહદે વારંવાર કરી રહ્યું છે ત્યારે હવે રાજસૃથાન સરહદે પણ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. રાજસૃથાન સરહદે જે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે તે ભારતની સરહદથી માત્ર ૧૦૦ કિમી જ દુર છે. પાક. સૈન્ય વાળા વિસ્તારો અસરાની અને ખૈરપુર તમેવાલી ભારતીય સરહદી નજીક જ આવેલા છે. આ સૃથળેથી ભારતીય એરબેઝ શ્રીગંગાનગર માત્ર ૧૬૪ કિમી જ દુર છે. બહાવલપુર પાસે થારના રણવિસ્તારમાં આ યુદ્ધાભ્યાસ પાક. સૈન્ય કરી રહ્યું છે જેને જાેવા માટે પાક. સૈન્ય વડા જનરલ કમર બાજવા પણ પહોંચ્યા હતા. સરહદે આવીને પાક. સૈન્ય અને તેના વડાએ એક રીતે ભારતીય સૈન્યને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *