International

રેન્સમવેર એટેકના લીધે વિશ્વને ૪૦૦ અબજ ડોલરનો ફટકો

વોશિંગ્ટન
વ્હાઇટ હાઉસે સર્વગ્રાહી સરકારી પ્રયત્નો માટે ચારસ્તરીય વ્યૂહરચના રચી છે. પહેલા સ્તરમાં રેન્સમવન્ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્ટર્સમાં વિક્ષેપ પડાશે. આ માટે અમેરિકન સરકાર તેની પૂરેપૂરી ક્ષમતા ઝોકી દેશે. બીજા સ્તરમાં રેન્સમવેર સામેની સ્થિતિસ્થાપકતામાં વધારો કરાશે. અહીં ગુનેગારોના રેન્સમવેર નેટવર્કને વિક્ષેપ કરતી વખતેઆપણી મર્યાદાઓ પણ ન ભૂલવી જાેઈએ, જેથી આપણે તેમના સરળ લક્ષ્યાંકો ન બનીએ. ત્રીજુ રેન્સમની ચૂકવણી માટે વર્ચ્યુઅલ કરન્સીના દૂરુપયોગને ્‌ટકાવવો. અમે તેના માટે રેન્સમવેરની પ્રક્રિયાનો પીછો કરવા અને તેને આગળ વધતી રોકવા વર્તમાન ક્ષમતાઓ વિકસાવી રહ્યા છીેએ અને નવી ક્ષમતાઓ મેળવી રહ્યા છીએ. ચોથું આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ વધારીને રેન્સમવેર ઇકોસિસ્ટમમાં વિક્ષેપ નાખી શકાય છે. હાલમાં તેની બેઠકમાં ભાગ લેનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કેનેડા, ઝેક રિપબ્લિક, ડોમિનિકન રિપબ્લિક, એસ્ટોનિયા, યુરોપીયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, આયરલેન્ડ, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, કેન્યા, લિથુઆનિયા, મેક્સિકો, હોલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નાઇજીરિયા, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ, કોરિયા, રોમાનિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્વીડન, સ્વિટ્‌ઝરલેન્ડ, યુક્રેન, યુએઇ અનેયુકેનો સમાવેશ થાય છે.રેન્સમવેર ર્સિફ નામ હી કાફી હૈ. જેમ્સ બોન્ડની ફિલ્મનો ડાયલોગ માય નેમ ઇઝ બોન્ડ જેમ્સ બોન્ડ તે રેન્સમવેરને શબ્દશઃ લાગુ પડે છે. વિશ્વમાં ગેરકાયદેસર રીતે ફૂલેલોફાલેલો રેન્સમવેરનો ઉદ્યોગ ૨૦૨૦માં ૪૦૦ અબજ ડોલરે પહોંચ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો રેન્સમવેરે ગયા વર્ષે વૈશ્વિક અર્થતંત્રને ૪૦૦ અબજ ડોલરનો ફટકો માર્યો હતો. આજે તેના લીધે પરિસ્થિતિ એવી આવી છે કે વિશ્વના ૩૦ અગ્રણી દેશોએ તેની સામે લડવા માટે એક છત્ર નીચે આવવું પડયુ છે. બીજા શબ્દોમાં કહીએ તો સાઇબર વર્લ્‌ડમાં રેન્સમવેરના આતંક સામે લડવા માટે ૩૦ દેશો સાઇબર વર્લ્‌ડમાં એકસમાન ધોરણે સંકલન સાધશે. ભારત તેમાં મહત્ત્વની ભૂમિકામાં છે. સાઇબર વર્લ્‌ડના આ પડકારને પહોંચી વળવા માટે ૩૦થી વધારે દેશો અને યુરોપીયન સંઘ સહિતના પ્રધાનો વચ્ચે બે દિવસની યોજાનારી બેઠક ગુરુવારે પૂરી થશે. આ બેઠક રાષ્ટ્રપતિ જાે બિડેનના વડપણ હેઠળ યોજાઈ રહી છે. તેઓ રેન્સમવેરના પ્રતિકારનો સામનો કરવા માટે સહયોગી દેશોનું જૂથ રચશે. ઘણી સરકારોએ આ માટેની અનિવાર્યતા સમજી છે. તેના પરની ચર્ચામાં ચાર દેશો સ્વૈચ્છિક રીતે આગેવાની લેશે અને તેના અંગેની ખાસ થીમ પર ચર્ચાનું આયોજન કરશે. ભારત તેમા સ્થિતિસ્થાપકતા, ઓસ્ટ્રેલિયા તેમા વિક્ષેપ, યુકે તેની વર્ચ્યુઅલ કરન્સી અને જર્મની તેના રાજકીય પાસા પર ચર્ચા યોજશે અથવા તેના પરની ચર્ચાનું આગેવાન પદ સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *