લંડન
તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એંતોનિયો ગુટારેસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કલાયમેટ ચેન્જ સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક મહાદ્વીપમાં ચેતવણીના સંકેત જાેઇ રહ્યાં છીએ.લંડનમાં પર્યવારણ બચાવવા માટે દેખાવો કરી રહેલા ૩૮ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. આ દેખાવકારોએ ચાર રોડ બ્લોક કરી દેતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્સુલેટ બ્રિટન નામની સંસ્થા દ્વારા આ દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સંસ્થા બ્રિટનની સરકાર સામે માગ કરી રહી છે કે તે ૨.૯ કરોડ ઘરોમાં ઓઇલ, કુદરતી ગેસ અને કોલસા જેવા અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ બંધ કરાવી તેનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે. કલાયમેટ ચેન્જ કાર્યકર્તાઓના આ દેખાવો છેલ્લા કેટલાક સપ્તાહથી ચાલી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ પ્રધાન અને પોલીસે જણાવ્યું છે ટ્રાફિકમાં અવરોધ ઉભા કરનાર કોઇ પણ દેખાવને સહન કરી નહીં લેવાય. કલાયમેટ ચેન્જ કાર્યકર્તાઓનું માનવું છે કે અશ્મિભૂત ઇંધણનો વિકલ્પ પવન ઉર્જા અને સૌર ઉર્જા બની શકે છે. અમારી માગ છે કે સરકાર આ પ્રકારના વિકલ્પોને પ્રોત્સાહન આપે. ઉલ્લેખનીય છે કે અશ્મિભૂત ઇંધણ એક પ્રકારનું પ્રાકૃતિક ઇંધણ છે જે નું નિર્માણ અનેક વર્ષો પહેલા જમીનમાં દટાયેલા મૃત પશુઓ અને વૃક્ષોનું દબાઇ જવાને કારણે થયું છે. આ પ્રકારના ઇંધણમાં કોલસા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને કુદરતી ગેસનો સમાવેશ થાય છે.